તારીખ 16 જુલાઈ , શુક્રવારના રોજ ત્રણ કાર્યક્રમોમાં 500 થી વધારે યુવાનો કેસરિયા ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાયા . ભારતના આદરણીય પ્રધાનમંત્રી અને વિશ્વનેતા નરેન્દ્રભાઈ મોદીજીના સમર્થ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ વધારે ને વધારે સંખ્યામાં યુવા વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે . આ સિલસિલો બરકરાર રહેતા તારીખ 16 જુલાઈ , શુક્રવારના રોજ ત્રણ કાર્યક્રમોમાં સુરત મહાનગર વોર્ડ નં . 30– ( કનસાડ – સચિન – ઉન આભવા ) ના વિવિધ સમાજના 500 થી વધારે યુવાનો સચિન કોમ્યુનિટી હોલ ખાતે કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરતા ભારતીય જનતા
મહાનગર યુવા મોરચા પ્રમુખ શ્રી ભાવિનભાઈ ટોપીવાલાની અધ્યક્ષતામાં ભાજપ યુવા મોરચામાં કેસરિયા ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટી સાથે વિધિવત જોડાયા . આ પ્રસંગે ભાજપ – સુરત મહાનગરના મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ અને યુવા મોરચાના મહામંત્રી શ્રી વિવેક પટેલ પણ હાજર રહ્યા હતા .



