જામનગરમા સાંબેલાધાર વરસાદ પંદર મીનીટ મા અઢી ઇચ


જામનગર ( ભરત ભોગાયતા) જામનગર મા ચાર વાગ્યે ધોધમાર વરસાદ પવન અને ગાજવીજ સાથે પડ્યો ત્યારે કુદરત નુ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતુ લબકારા મારતી વીજળી વાદળોની ગડેડાટી અને સાંબેલાધાર વરસાદ પડ્યોતો માત્ર પંદરથી વીસ મીનીટ પરંતુ આટલીવારમા મીની તબાહી ના દ્રશ્યો સર્જાયા હતા અને ઠેર ઠેર પોલ પતરા બોર્ડ નળીયા કાચી દિવાલ છાપરા ઝાડ વગેરે કા તો ઉડ્યા કા તો તુટી પડ્યા આટલા સમયમા ૬૩ મીમી એટલે અઢી ઇચ વરસાદ હાઇસ્પીડ મા પડતા ઠેર ઠેર પાણી ભરાયા ગટરો ભરાઇ લોકોના ઘરમા પાણી આવ્યા વાહનવ્યવહાર અને આવનજાવન ઠપ્પ થય ગયા તેમજ અસંખ્ય  વીજલાઇનો તુટતા વિજપુરવઠો બંધ થઇ ગયો છે ત્યારબાદ વરસાદ રહ્યા પછી અકળાવનારો બફારો ફરીથી વધ્યો છે હજુ જોકે વરસાદી માહોલ હોઇ વરસાદ ની સંભાવના છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *