સરકારે કોરોનાની ત્રીજી લહેર અંગે આપી ચેતવણી, કહ્યું આગામી 100 દિવસ મહત્વનાં

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ નીતી આયોગ (આરોગ્ય) નાં સભ્ય વીકે પોલે શુક્રવારે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તાજેતરમાં COVID-19 રોગચાળાની ત્રીજી લહેર અંગે જાહેર કરાયેલ ચેતવણી વૈશ્વિક પરિસ્થિતિ માટે છે. આ ચેતવણી ત્રીજી લહેરની સંભવિત અસર તરફ ઇશારો કરી રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, “આપણી વસ્તી હજી અસુરક્ષિત છે. આપણે હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચી શક્યા નથી, એવું નથી કે આપણે કુદરતી સંક્રમણ દ્વારા હર્ડ ઇમ્યુનિટી મેળવવા માગીએ છીએ. આપણે રસીકરણમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ. “આપણી અસુરક્ષિત વસ્તીના ઓછામાં ઓછા 5૦ ટકા લોકોને રસી આપવામાં આવી છે. તેથી આપણે હજી પણ અસુરક્ષિત છીએ. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આપણે આ પરિસ્થિતિ જાળવવી રાખવી પડશે.” ડો. પોલે કહ્યું કે, આગામી 100 દિવસ મહત્વપુર્ણ બનશે. જ્યારે લવ અગ્રવાલે કહ્યું, ” કોરોનાની લહેરો એક પોસ્ટ-ફેક્ટો એસેસમેન્ટ છે કે આપણે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી રહ્યા છીએ, લહેરોની તીવ્રતા લહેરોની સંખ્યા કરતા વધુ મહત્વની છે. તેથી તે ત્રીજી છે કે ચોથી તેનાથી કોઇ ફરક નથી પડતો. આ વાયરસ અને માનવ વચ્ચે કુદરતી સંપર્ક છે.” ડો વીકે પોલે કહ્યું કે, “અમારી રસી અસરકારક અને ખૂબ જ સલામત છે અને પહેલાથી જ કોઇ અન્ય બિમારીથી પિડીત લોકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને તે અવશ્ય આપવી જોઇએ. જો કે, આપણે સંપુર્ણપણે ફક્ત રસી ઉપર આધાર ન રાખી શકીએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *