શંખેશ્વર તીર્થે પાટણ જીલ્લા મહિલા મોરચાના મંત્રી બન્યાબાદ જીજ્ઞાબેન શેઠ નું બહુમાન કરવામાં આવ્યું.
રાષ્ટ્ર ઉથ્થાન માટે તન,મન અને ધનથી સમર્પિત થઈ જવું એજ સાચી રાષ્ટ્ર સેવા છે- જૈનમુનિ નયશેખર વિજયજી ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના ઉપક્રમે જ્યોતિષાચાર્ય પ.પૂ.ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા, પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સા,પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ના પાવન સાન્નિધ્યમાં પાટણ જીલ્લા મહિલા મોરચાના મંત્રી બન્યાબાદ શંખેશ્વર ગામનું ગૌરવ સેવાભાવી,કર્મ વીરાંગના,જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ-ડીરેક્ટર શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ નું બહુમાન કરવામાં આવેલ.પૂજય ગુરુદેવે વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપેલ અને આશીર્વાદ ગ્રહણ ક્યાંબાદ માનવતાના મસીહા,જંગમરત્ન તીર્થ પ્રેરક પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની તસ્વીર પર પુષ્પનો હાર ચડાવેલ.ત્યારબાદ મુનિ હેમદર્શન વિજયજી મ.સા,મુનિ નયશેખર વિજયજી મ.સા,મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા એ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અર્પણ કરેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે રાષ્ટ્ર ઉથ્થાન માટે તન,મન અને ધનથી સમર્પિત થઈ જવું એજ સાચી રાષ્ટ્ર સેવા છે.આજે મારે એક એવીજ વક્તિની વાત કરવી છે.જે પાટણ જીલ્લામાં આવેલ શંખેશ્વર ગામનું ગૌરવ અને જૈન સમાજનું પણ ગૌરવ સમાન એવા કર્મ વિરાંગના,સેવાભાવી જીજ્ઞાબેન શેઠ દ્વારા છેલ્લા 16 વર્ષમાં આ ગ્રામીણ વિસ્તારમાં 17,000 થી અધિક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપ્યું છે.અને આ પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને રાહત દરે કોમ્પ્યુટર કલાસિસની ટ્રેનિંગ પણ આપી રહેલ છે.જેમાં CSC સેન્ટર તથા સ્કીલ ઇન્ડિયા સેન્ટર (જિલ્લા કક્ષાનું) પણ પોતે ચલાવે છે.હાલમાં પાટણ જીલ્લામાં સૌપ્રથમ વાર અને શંખેશ્વર ખાતે સ્પોકન ઇંગલિશ કોર્સ પણ ચાલી રહેલ છે.અને લોક ડાઉન ના સમયમાં 45-45 દિવસ સુધી જેઓએ જબરજસ્ત ખડે પગે લોકોની સેવા કરી છે.અને હાલમાં પણ ખૂબ સેવાકીઓ કાર્યો પોતે કરી રહયા છે.આ પ્રસંગે સેવાભાવી,કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠ નું સાલ, માળા,શ્રીફળ દ્વારા બહુમાન કરવામાં આવેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના દરેક દાતા ટ્રસ્ટી ગણે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ.



