જીવન સુગંધી તો જ બંને જો વિચારો નું સંકલન લોકસેવા તરફ વળે

રિપોર્ટ :- અજય ખત્રી,કચ્છ
તા.૨૪: માંડવી, મનુષ્ય જીવન મા તહેવારો ની ખાસ મહત્વતા હોય છે કોઈપણ શિષ્ય આજરોજ ગુરૂ ના સાંનિધ્ય મા પોતનો સ્નેહભાવ પ્રદાન કરી જીવન માં પોતાના નું જીવન કેમ સુગંધી કેમ બને તે વ્યાખ્યા નો ખ્યાલ અને ગુરુપુર્ણિમા ના પવિત્ર દિવસ નો મહત્વ સમજાવતા કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી આદરણીય શ્રી. અનિરૂદ્ધભાઇ દવે એ આજરોજ પ્રાંગણ મા કૃષ્ણ કમળ ના રોપા નુ રોપણ કર્યું હતું.
કૃષ્ણ કમળ ના રોપા ની એક વિશિષ્ટતા સાથે એક સંદેશ જોડાયેલો છે. આ રોપા મા ૧૦૫ કમળ – કળી ખીલે છે જેને લોક વાયકા મુજબ ૧૦૦ કૌરવ અને ૫ પાંડવ એમ માનવા મા આવે છે. આ કૌરવ અને પાંડવ કૃષ્ણ કમળ મા કમળ અને કળીઓ એક સાથે હોય- રહે છે અર્થાત વિચારો ની ભિન્નતા છતાં રાષ્ટ્ર હિત અને સામાજીક ઉત્થાન માટે આપણે સૌ એક છીએ અને જીવન સુગંધી તો જ બંને છે જ્યારે વિચારો નું સંકલન એક મેક થઈ લોકસેવા તરફ વડે છે આ પ્રસંગે અરવિંદભાઈ,પંકજભાઈ ,વિજયભાઈ ,પારસભાઈ ,વિશાલભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..
