નવસારી જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ચીખલી ખાતે મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનું સન્માન કરાયું

નવસારીઃરવિવારઃ નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જ્ઞાન કિરણ ધોડિયા પટેલની વાડી, સુરખાઇ-ચીખલી ખાતે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ રાજયપાલ બન્યા બાદ પ્રથમવખત નવસારી આવતાં સન્માન સમારોહ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

આ અવસરે વલસાડના સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી આહવા-ડાંગના વિજયભાઇ પટેલ, ધરમપુરના અરવિંદભાઇ પટેલ, કપરાડાના જીતુભાઇ ચૌધરી, મહુવાના મોહનભાઇ દોઢિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર ઉપસ્થિત રહયાં હતાં.

આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવસારીના ઍક ગરીબ પરિવારમાંથી જન્મ લઇ રાજયપાલ સુધી લઇ જવામાં ભગવાનની અસીમ કૃપા છે. મારા કાર્યકાળ દરમિયાન આદિવાસી વિસ્તારમાં જઇ લોકોની અપેક્ષા મુજબ વિકાસના કામો કર્યા છે. જેના ફલશ્રુતિરૂપે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મને રાજયપાલ તરીકે મારી પસંદગી કરી ખૂબ મોટી અને મહત્વની જવાબદારી મને સોîપી છે. રાજયપાલશ્રીઍ માન. વડાપ્રધાનશ્રીની આદિવાસીઓ માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. જે યોજનાઓના લાભ લેવા તેમજ છેવાડાના વિસ્તારના લોકોને પણ આનો લાભ અપાવવા માટે મદદરૂપ થવા જણાવ્યું હતું. ઉપસ્થિત રહેલા તમામને ગરીબના દુખ દર્દમાં સહભાગી થઇ સેવા કરવા હંમેશા આગળ આવવા જણાવ્યું હતું.

નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ તેમના કાર્યકાળ દરમિયાન વર્ષો સુધી આ વિસ્તારને ખુંધ્યો છે. મંત્રીશ્રી બન્યા બાદ આદિવાસી સમાજના ભાઇ-બહેનોને જાગૃત કરવા તનતોડ મહેનત કરી હતી. આજે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલશ્રી તરીકે નિયુકત થતા સમગ્ર ગુજરાત તથા નવસારી જિલ્લાને ગૌરવ લેવા જેવી બાબત છે.

આ પ્રસંગે ચીખલીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના વ્યકિતને પહેલીવાર રાજયપાલ બનાવ્યા તે બદલ માન.વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. આદિવાસી સમાજ માટે ખૂબ જ ગર્વની વાત છે.

આ પ્રસંગે મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલને ધારાસભ્યશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોઍ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ દંડક ઉષાબેન પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદિપભાઇ ગરાસીયા, વસુધારા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઇ પટેલ, દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *