જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી ધામ માં ગુરુ પૂર્ણિમા નાં પર્વ નિમિત્તે રાધનપુર માં વેદાંત સોસાયટીમાં ચાલતાં ૐ યોગા કલાસીસ ની બહેનો એ ગુરુ પૂર્ણિમા નાં દિવસે પાટણ જિલ્લાની સૌથી મોટી કહેવાતી શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી ધામ માં શનિવારે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ વારાહી ગૌશાળા માં મનાવવા નું આયોજન કરવામાં આવ્યું હતું યોગા કલાસીસ ની બહેનો નું વારાહી ગૌશાળા માં સ્વાગત કરવામાં આવ્યુ હતું ગૌશાળા માં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની મઢુલી માં શ્રી જલારામ બાપા અને વિરબાઈ માં તેમજ શ્રી હરિરામ બાપા અને શ્રી નાગદેવતા શ્રી ક્ષેત્રપાળ દાદા નાં દર્શન કરી ગૌશાળા માં ગૌ માતા નેં લાડુ ખવડાવ્યા બાદ સમગ્ર ગૌશાળા માં ફરીને ગૌ માતા નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ વનભોજન અને હળવો નાસ્તો કર્યો હતો ગૌશાળા તરફથી દરેક બહેનો ને પવિત્ર ગૌ માતા નાં દુધ ની ચા કોફી નું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ માં સંત શિરોમણી શ્રી જલારામ બાપા નાં ભજનો, અંતાક્ષરી, રમત-ગમત , ગુજરાતી ગરબા વગેરે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ગુરુ પૂજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ ગૌ માતા અને ભારત માતા નું પૂજન કર્યું હતું ત્યારબાદ યોગા કલાસીસ ની બહેનો એ ૐ યોગા કલાસીસ નાં ગુરુ શ્રીમતી નિકેતા બેન નું દરેક બહેનો એ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ૐ યોગા કલાસીસ નાં ગુરુ શ્રીમતી નિકેતા બેન અને સાથે આવેલી દરેક બહેનો એ પાટણ જિલ્લાની સૌથી મોટી ગૌશાળા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી ધામ નાં ટ્રસ્ટી મંડળ અને મેનેજર શ્રી તથા સર્વે સ્ટાફ નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને સૌને ખૂબ જ આનંદ રહ્યો અને વારાહી ધામ માં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી મા પાંચ હજાર જેટલી ગાયો નો નિભાવ ખર્ચ તેમજ સો જેટલા ગવાતિ કામગીરી કરી રહયા છે તેમજ આ ગૌશાળા પંચાવન વિઘા જમીન માં આવેલી છે આ ગૌશાળા નો રોજનો આશરે અંદાજીત ખર્ચ રૂપિયા ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ છે ગાગર જેવડાં વારાહી ધામ આવડો મોટો વહિવટ એ વારાહી ધામ માં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા નો વહિવટ ચોખ્ખો અને પારદર્શક હોવાથી જ આ શક્ય છે લોકો હોંશે હોંશે વારાહી ગૌશાળા માં દાન આપે છે જે લોકો રૂબરૂ મુલાકાત લે છે એવાં ગૌ ભક્તો ને પુરેપુરો ખુબજ સંતોષ થાય છે ૐ યોગા કલાસીસ ની બહેનો એ પણ ગૌ માતા નેં ચુરમાના લાડુ ખવડાવ્યા બાદ ગૌ માતા નેં ઘાસચારો અને નિરણ માટે યથાશક્તિ દાન પણ આપી પરમ આનંદ વિભોર થઇ ગયા હતા વારાહી ધામ માં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા માં ફરીને વારંવાર મુલાકાત લેવાની ભાવના વ્યક્ત કરી હતી
આનંદ ઠકકર ડીસા

