સોનલ પટેલ અને ભાવીના પટેલ ટોકીયો એલોમ્પિકમાં રમશેઃમા કુળદેવી ઉમિયા માતાજીના આશિર્વાદ ફળશે-ખેલાડીઓને કરાયા સન્માનિત

પાટીદાર સમાજ માટે ગૌરવની વાત એ છે કે ટોકીયો ખાતે 25 ઓગસ્ટથી શરુ થઈ રહેલી પેરા ઓલોમ્પિકમાં પાટીદાર સમાજની બે દિકરી સોનલ પટેલ અને ભાવીના પટેલ ભાગ લેશે.બંને દિકરીઓ બારતનું પ્રતિનિધિત્વ કરશે.વર્ષો સુધી સતત સંઘર્ષ કર્યા બાદ સફળતા પ્રાપ્ત કરનાર બંને દિકરીઓને સન્માનિત કરવામાં આવી હતી.કુળદેવી મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સોનલ પટેલ અને ભાવીના પટેલને સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો હતો.જે અંતર્ગત સોલા ઉમિયા કેમ્પ ખાતે સંસ્થાના પ્રમુખ પુજ્ય મણિદાદા,મંત્રી દિલિપ નેતાજી,સતીષ પટેલ વાસુદેવ પટેલ,રમેશભાઈ દુધવાળા,વસંત કેપ્ટન સહિતના અગ્રણીઓએના હસ્તે સન્માનિક કરાયા હતા.મા કુળદેવી ઉમિયા માતાજીના આશિર્વાદ બંને યશશ્વી દિકરીઓ સાથે રહેશે.ટોકીયો ઓલોમ્પિકમાં સફળતા પ્રાપ્ત કરી ભારત દેશ,ગુજરાત રાજ્ય અને સમગ્ર પાટીદાર સમાજને ગૌરવ અપાવશે,તેવો આત્મવિશ્વાસ સમાજના વડીલોએ વ્યક્ત કર્યો હતો.મા ઉમિયા માતાજીના આશિર્વાદ અંતર્ગત બંને દિકરીઓને ચાંદીની મુર્તિ,માતાજીની તસવીર.ચુંદડી અને પ્રસાદ આપવામાં આવ્યા હતા.ઓલોમ્પિકના નિયમ અનુસાર સોનલ પટેલ અને ભાવીના પટેલ હાજર રહ્યા ન હતા,પરંતુ ભાવીના પટેલના પિતા હસમુખભાઈ તથા સોનલ પટેલના બહેન હેમાંગીની પટેલ અને ભાભીએ પ્રસાદ તથા આશિર્વાદનો સ્વિકાર કર્યો હતો. સોનલ પટેલ અને ભાવીના પટેલ 90 ટકા દિવ્યાગ છે,બનેમાં સામ્યતા એ છે કે નાનપણમાં બંનેને તાવ આવતાં તબીબે ઈન્જેક્સન આપ્યા હતા,જેના કારણે બંને 90 ટકા દિવ્યાંગ બની ગયા હતા.ભાવીના પટેલનો જન્મ કામલી ગામમાં અને સોનલ પટેલનો જન્મ વિરમગામ પાસેના ભડામા ગામમાં થયો હતો.સોનલના પિતા મનુભાઈ મુળ ચણોઢીયા ગામના અને ભાવીનાના પિતા હસમુખભાઈ મુળ મહેસાણા પાસેના સુંઢીયા ગામના વતની છે. બંને દિકરીઓ કમનશીબે દિવ્યાંગ થઈ ગઈ હતી,પરંતું બંનેમાં પ્રચંડ આત્મવિશ્વાસ,ધગશ,ખંત,તનતોડ મહેનત કરવાની ક્ષમતા અને દ્રઢ સંકલ્પશક્તિ ધરાવે છે.બંનેએ ખુબ જ દર્દનાક સંઘર્ષ કર્યા બાદ સફળતા પ્રાપ્ત કરી છે.બંને અત્યાર સુધીમાં દેશવિદેશમાં અસંખ્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ એવોર્ડ તેમના નામે કરી લીધા છે. સોનલ પટેલે અત્યાર સુધીમાં 25 જેટલી ઈન્ટર્નેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેણે 2 ગોલ્ડ,4 સિલ્વર અનને 6 બ્રોન્જ મેડલ મેળવ્યા છે.જ્યારે ભાવીનાએ પણ 28 જેટલી ઈન્ટર્નેશનલ અને 13 નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેણે 11 ગોલ્ડ,1 િલ્વર અને 1 બ્રેન્જ મેડલ મેળવ્યો છે. ટોકીયો ખાતે યોજાનારી પેરા ઓલોમ્પિકમાં બંને પાટીદાર દિકરીઓ સિંગલ અને ડબલમાં ભાગ લેશે.સીનીયર રીપોર્ટર જ્યોતિ પટેલ સાથે વાત કરતાં ભાવીના પટેલના પતિ નિકુલ કહે છે કે ભાવીનાનો સંઘર્ષ ખુબ જ દર્દનાક અને કરુણ છે.જં યાદ આવતાં જ આંખ ભીની થઈ જાય છે.તેનામાં પ્રચંડ આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પશક્તિ છે.જ્યારે સોનલના પતિ રમેશભાાઈ કહે છે કે સોનલમાં ભરપુર આત્મવિશ્વાસ છે.તે મેદાનમાં જુસ્સા સાથે રમત રમે છે.બંને દિકરીઓની સંઘર્ષ કથા દર્દનાક છે.બેસ્ટ લક ટુ બ્રેવો સોનલ એન્ડ બ્રેવો ભાવીના

રિપોર્ટ…. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM