સેલ્યુટ ટુ અમ્રુત પટેલ-રેલવે પાયલોટ અમ્રુત પટેલ એવોર્ડથી સન્માનીત-રેલવેના ઈતિહાસમાં સૌપ્રથમવાર પાટીદાર સન્માનિત

ભારતીય રેલવેના અમદાવાદ ડિવિઝનમાં પાયલોટ કરીકે 35 વર્ષથી સેવા આપનાર અમ્રુત પટેલને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.રેલવે પ્રત્યે સમર્પિતતા,35 વર્ષથી સતત નિયમીત ફરજ,રેલવેના સહકર્મચારીઓ અને મુસાફલો સાથે માનવતાવાદી અભિગમ,રેલવે એન્જીન અને રેલવે એન્જીનીયરીંગનું જ્ઞાન,રેલવે પ્રત્યે પારિવારીક ભાવના જેવા પરિબળોને ધ્યાનમાં રાખી પાયલોટ અમ્રુત પટેલને સન્માનિત કરવામાં આવ્યા છે.અમ્રુત પટેલને એવોર્ડ,રોકડ રકમ અને પ્રમાણપત્રથી ડીઆરએમના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.મહત્વપુર્ણ બાબત એ છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં સૌપ્રથમવાર પાટીદાર રેલવે કર્મચારીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.રેલવે સપ્તાહની ઉજવણી દરમિયાન દરવર્ષે કર્મચારીઓને એવોર્ડ એનેયાત કરવામાં આવે છે.ખાસ કરીને દરવર્ષે સુપરવાઈજર કક્ષાના અધિકારીઓનો મોટાભાગે એવોર્ડ આપવામાં આવે છે.રેલવે પાયલોટને જવલ્લેજ એવોર્ડ મતા હોય છે.પાટીદાર સમાજના અમ્રુત પટેલને ડીઆરએમ એવોર્ડથી સન્માનિકત કરવાની ઘટના પાટીદાર સમાજ માટે ગૌરવપુર્ણ બની રહેશે. ઉલ્લેખનીય છે કે અમ્રુત પટેલ અને તેમના પત્નિ ખુબ જ સાદગીપુર્ણ જેવન જીવે છે.તેઓ તેમની પગારની રકમ જરુરીયાતમંદ વિધ્યાર્થિઓને ફી ભરવામાં અર્પણ કરે છે.અમ્રુતભાઈ અને તેમના પત્નિએ અત્યાર સુધીમાં અસંખ્ય ગરીબ તથા જરુરીયાતમંદ વિધ્યાર્થીઓની ફી ભરીને એન્જીનીયર-ડોકટર બનાવ્યા છે.ગરીબ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવી તેમનું અને તેમના પરિવારજનોને આર્થિક રીતે સધ્ધર બનાવે છે.મુઠી ઉચેરા પાટીદાર દંપતિ પાટીદાર સમાજ માટે સન્માનનીય બની રહ્યા છે.અમ્રુત પટેલને એવોર્ડતી સન્માનિત કરવાની ઘટનાએ રેલેવેમાં ફરજ બજાવતા પાટીદાર કર્મચારીઓ,તમામ સાથી કર્મચારીઓ ઉપરાંત પાટીદાર સમાજના લોકોએ અભિનંદનની વર્ષી કરી છે.સેલ્યુટ અમ્રુત પટેલ

રિપોર્ટ… ડેવિડ પટેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM