ગોંડલ શહેરની મોંઘીબા હાઇસ્કુલ ખાતે અન્ન વિતરણ કાર્યક્રમનું રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી શ્રી મનીષભાઈ ચાંગેલા જી ની અધ્યક્ષતામાં આયોજન

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જી ની સરકારશ્રીના સફળ પાંચ વર્ષ પુરા થવાના અવસર પર આયોજીત કાર્યક્રમો અંતર્ગત આજરોજ ગોંડલ શહેરની મોંઘીબા હાઇસ્કુલ ખાતે અન્ન વિતરણ કાર્યક્રમનું રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી શ્રી મનીષભાઈ ચાંગેલા જી ની અધ્યક્ષતામાં આયોજન થયેલ હતું,

આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપા ઉપપ્રમુખશ્રી રીનાબેન ભોજાણી, રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોર્ચા ના મહામંત્રીશ્રી અસ્મિતાબેન રાખોલિયા, ગોંડલ શહેર ભાજપા પ્રમુખશ્રી ચંદુભાઈ દૂધાત્રા, મંત્રીશ્રી બીપીનભાઈ નિમાવત, મંત્રીશ્રી ખતીજાબેન મુલતાની, ભાજપા અગ્રણી હિતેશભાઈ શીંગાળા, સરકારી તંત્રના નાયબ મામલતદારશ્રી કોરાટ, સરકારી તથા મોંઘીબા સ્કૂલ નો સ્ટાફ, સસ્તા અનાજ વિતરકો, લાભાર્થીઓ અને શહેરના નાગરિકો હાજરીમાં લાભાર્થીઓને અન્નની કિતનું વિતરણ કરવામાં આવેલ,
તથા આ સાથે પ્રજાનું હિત જેને હૈયે હમેંશા વસેલ છે એવા માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જી નું દિલ્હીથી તથા માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ જી, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજી, કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા જી નું ગાંધીનગરથી લાઈવ ઉદબોધન સાંભળેલ.

રિપોર્ટ :- મહેશ ડી સિંઘવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *