મોરબી એપીએમસી ખાતે નારી ગૌરવ દિવસ યોજાયો

રિપોર્ટ;-મહેશ.ડી સિંઘવ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાગરિકોને રાજ્યની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના ચોથા દિવસે સંવેદના દિવસ અંતર્ગત મોરબી એપીએમસી ખાતે નારી ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોરજીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપ્રમુખશ્રી જેન્તીભાઈ કવાડિયા ,પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ શ્રી લાખભાઈ જારીયા, મોરબી એ.પી.એમ.સી.ના પ્રમુખ શ્રી ભાવનભાઈ ભાગિયા , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કિશોરભાઈ ચીખલીયા, મોરબી જીલાલ ભાજપ મહામંત્રીશ્રી જયુભા જાડેજા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના ચેરમેન સુરેશભાઇ દેસાઈ, સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *