શંખેશ્વરના જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસની મુલાકાતે ગુજરાત c.s.c ના સ્ટેટ હેડ શ્રી જયેશભાઇ ભાનુશાલી પધારેલ.

ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વરના પ્રાંગણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ઇન્ટરનેટ પ્રોગ્રેસીવ-વર્લ્ડ જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીલની મુલાકાતે ગુજરાત c.s.c સ્ટેટ હેડ આદરણીય શ્રીમાન જયેશભાઇ ભાનુશાલી અને સ્ટેટ મેનેજર શ્રીમાન વિશાલભાઈ નાગર પધારેલ.આ પ્રસંગે શંખેશ્વર ગામનું ગૌરવ જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ-ડીરેક્ટર સેવાભાવી,કર્મ વીરાંગના,પાટણ જીલ્લા મહિલા મોરચાના મંત્રી શ્રીમતી જીજ્ઞાબેન શેઠ દ્વારા ગુજરાત c.s.c સ્ટેટ હેડ શ્રીમાન જયેશભાઇ ભાનુશાલી અને સ્ટેટ મેનેજર શ્રીમાન વિશાલભાઈ નાગર નું સાલ,માળા અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ.આ પ્રસંગે ગુજરાત c.s.c સ્ટેટ હેડ શ્રીમાન જયેશભાઇ ભાનુશાલી અને શ્રીમાન વિશાલભાઈ નાગરે શંખેશ્વર ગામનું ગૌરવ કર્મ વિરાંગના,જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ-ડીરેક્ટર શ્રીમતી જીજ્ઞાબેન શેઠ દ્વારા છેલ્લા સોળ-સોળ વર્ષથી અવિરત પણે ગ્રામીણ વિસ્તારમાં 17,000 થી અધિક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન આપ્યું છે.

હાલમાં પાટણ જીલ્લામાં સૌપ્રથમવાર શંખેશ્વર ગામે જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે સ્પોકન ઇંગલિશ કોર્સ પણ પોતે ચલાવી રહયા છે.અને લોક ડાઉન ના સમયમાં 45-45 દિવસ સુધી જેઓએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર જબરજસ્ત ખડે પગે દિન રાત લોકોની સેવા કરી છે.અને સેવકીઓ પ્રવૃત્તિઓ ને બીરડાવેલ અને ભવિષ્યમાં પણ તેઓશ્રીના વરદ હસ્તે માનવતાના કાર્યો થાય એવી શુભેચ્છાઓ પાઠવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM