કચ્છ જિલ્લા ભાજપ માલધારી સેલની બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય મધ્યે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત પ્રદેશ માલધારી સેલના નવ નિયુકત સંયોજક સંજયભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતીમાં કચ્છ જિલ્લા ભાજપ માલધારી સેલની પરિચય બેઠક યોજવામાં આવી હતી જેમાં સેલના સભ્યો ઉપરાંત સંગઠનમાં મોરચા સહિત વિવિધ ઘટકોમાં જવાબદારી નિભાવતા સમાજના સભ્યો ઉપરાંત સ્થાનિક સ્વરાજય ચુંટણીમાં વિજયી બનેલા માલધારી સમાજના સભ્યોનું સન્માન અને પરિચય બેઠક રાખવામાં આવેલ હતી. આ પ્રસંગે ઉદબોધન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષની વિચારધારાને ગામડે ગામડે અને છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં માલધારી સમાજનું યોગદાન અભૂતપૂર્વ રહયું છે. ગ્રામ્ય સ્તર પર ભારતીય જનતા પાર્ટીના મુળીયા ઉંડા અને મજબૂત કરવા માટે માલધારી સમાજનો સિંહફાળો રહયો છે. પ્રદેશ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં પક્ષે માલધારી સમાજ પર પૂર્ણ વિશ્વાસ દાખવીને જે રીતે સમાજમાં ટીકીટો ફાળવી છે એ બદલ માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે અને પરસ્પરના આવા જોડાણથી જ સંગઠન અને સમાજ વચ્ચેનું માળખું સુદ્રઢ બને છે. માલધારી સમાજના આગેવાન અને જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય જેમલભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌથી વધુ પ્રમાણમાં બક્ષીપંચ સમાજ માટેના ચાર છાત્રાલયો અને બે આશ્રમ શાળાઓ કચ્છ જિલ્લામાં કાર્યરત છે જે રાજય સરકારની કચ્છ અને નાના સમાજો પ્રત્યેની વિશેષ અનુકંપા દર્શાવે છે. પ્રદેશ માલધારી સેલના સંયોજક સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માલધારી સમાજ વરસોથી મૂળભૂત રીતે ભારતીય જનતા પક્ષ સાથે સક્રિય પણે જોડાયેલો છે ત્યારે આગામી વરસે યોજાનાર વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને સમાજના તમામ ચુંટાયેલા પ્રતિનિધીઓ, સંગઠનના હોદેદારો અને પક્ષની વિચારધારા સાથે જોડાઈ સદસ્યોએ આજથી જ ખંત પૂર્વક મહેનતમાં જોડાઈ જવું અનિવાર્ય બની રહે છે. સૌએ આ રાષ્ટ્ર માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા અનેક ભગીરથ કાર્યોની હારમાળા તેમજ રાજયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા પાંચ વરસના સુશાસનના સંદેશને લઈને છેક માલધારીઓના નેસડા સુધી પહોંચવું પડશે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકને પણ આંબી જાય એવી આયોજનસભર તનતોડ મહેનત કરવી રહી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, મંત્રી વિજુબેન રબારી, કચ્છ જિલ્લા માલધારી સેલ કન્વીનર માંડણભાઈ રબારી, જિલ્લા પંચાયત દંડક શ્રી મશરૂભાઈ રબારી, રાપર તાલુકા પંચાયત સદસ્ય મોતીભાઈ ભરવાડ, ખેંગારભાઈ રબારી, વેલાભાઈ રબારી, લગધીરભાઈ રબારી તથા માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. બેઠકનું સંચાલન અંજાર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અંબાલાલભાઈ રબારીએ તેમજ આભારવિધી નારાણભાઈ ભરવાડે કરી હતી. વ્યવસ્થા રાજેશભાઈ દેસાઈ, રવિભાઈ રબારી, રમેશભાઈ રબારીએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *