લોકકલ્યાણ માટે મસ્કા ગામે મધ્યે સમસ્ત્ જ્ઞાતિ જન સાથે શિવ પુજન

માંડવી | સમગ્ર કચ્છ મા આ વર્ષે વરસાદ હજુ નહીંવત છે ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામમાં આવેલ ખાડી વાળા એકાદશી મહાદેવ નું મંદિર આવેલું છે જેમાં મુખ્ય શિવલિંગ ની બાજુમાં દસ લિંગ સાથે નું આ અગિયાર લિંગ ધરાવતાં આ મંદિર માં . આ અખાડા ના નાગ સંતની પ્રેરણા થી આહુતિ સાથે અભિષેક નો શ્રાવણ માસમાં શિવ પૂજા નું વિશેષ મહત્વ છે

સામાજિક સમરસતા ને પ્રાધાન્ય આપી દરેક સમાજ ના યુવાનો એ ભગવાન ભોળેનાથ ને અભિષેક સાથે પૂજા અર્ચના કરી સચરાચર મેધ મહેર થાય સાથો સાથ એક બની એક ભારત શ્રેષ્ઠ ભારત ના સપનું સાકાર થાય એવી મંગલ ભાવના સાથે પ્રાર્થના કરી મહાદેવ નું પૂજન કરવામાં આવ્યું હતું

મસ્કા ગામના સરપંચ શ્રી કીર્તિભાઈ રાજગોરે સર્વ જ્ઞાતિ ને સાથે રાખી આ પૂજા નું આયોજન કરેલ આ પૂજન વિધિ માં તેમની સાથે પ્રવીણ વિંઝોડા , કાંતિ વિંઝોડા , રામ રાઠોડ , રાહુલ પટ્ટણી , પપુ જોગી , પલ મહેશ્વરી , હાર્દિક મહેશ્વરી જોડાયા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *