વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે મસ્કા ગ્રામ પંચાયત દ્વારા 21 દિવસ ની યોગ શિબિર નું આયોજન કરાયું.

પ્રાકૃતિક વાતાવરણ ની વચ્ચે મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહર્ષિ પતંજલિ યોગ કેન્દ્ર અને મસ્કા ગ્રામપંચાયત ના સંયુક્ત ઉપક્રમે 21 દિવસીય યોગ શિબિર નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર અને આયુષ મંત્રાલય દિલ્હીનાં માન્યતા પ્રાપ્ત શ્રી હુંદરાઈબાગ પ્રા.શાળાનાં મદદનીશ શિક્ષક શ્રી દીપક જે. મોતાએ યોગ ટ્રેઈનર તરીકે સેવા આપી હતી. જેમાં જનની કલાવૃંદ નો સહયોગ રહ્યો હતો. મસ્કા ગ્રામપંચાયત વતી યોગ શિક્ષક દીપક મોતાનો સન્માનપત્ર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે માં ગામના સરપંચ કિર્તીભાઇ ગોર, માંડવી તાલુકા પંચાયતના સદસ્યા શિલ્પા બેન નાથાણી, ડો.મૃગેશભાઈ બારડ, અનિલભાઈ પટેલ, શાંતિભાઈ પટેલ, બાલકૃષ્ણ મોતા, કમલેશભાઈ મોતા, હરેશભાઈ જોશી,ચીમન ભાઈ નાથાણી, પ્રતાપ માકાણી,જયશ્રીબેન સોમૈયા તથા અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 21 દિવસીય આ યોગ શિબિરમાં 22 શિબિરાર્થિઓ જોડાયા હતાં. દરરોજ સાંજે 6.30 થી 7.30 દરમિયાન આ શિબિરનું આયૉજન થયું હતું. રિપોર્ટ:-અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *