વીંછીયાના હાથસણી અને મોટી લાખાવડ ગામે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ગ્રામ્ય રસ્તા અને પિક-અપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત

– હાથસણી – દેવધરીનો રસ્તો પહોળો કરાશે : મંત્રીશ્રી

ગામોમાં કોરોનાથી સાવચેત-જાગૃત રહે

પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વીંછીયાના હાથસણી અને મોટી લાખાવડ ગામે ગ્રામ્ય રસ્તાઓનું અને પિક-અપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ હાથસણીમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી થનાર વિકાસકાર્ય પિક-અપ સ્ટેન્ડ રૂ. ૨.૫૦ લાખ અને ૧૪માં નાણાંપંચમાંથી રૂ. ૪.૫૦ લાખના ખર્ચે બનનારા પેવર બ્લોક રસ્તાના કામનું તેમજ મોટી લાખાવડ ગામે રૂ. ૧૯.૬૮ લાખના ખર્ચે બનનારા સી.સી.રોડ સુવિધાપથનું ખાતમુહૂર્ત કર્યું હતું. હાથસણી ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, “કોરોનાના સંક્રમણ વચ્ચે પણ રાજ્ય સરકારે વિકાસના કામો અટકવા દીધા નથી. ખેડૂતો માટે રાહત પેકેજ પણ આપ્યું છે. ખેડૂતોને નુકસાની અંગે ફોર્મ ભરવા અનુરોધ કર્યો હતો. સરકાર ગ્રામ્ય વિસ્તારમાં શહેરો જેવી સુવિધા ઉભી કરી રહી છે. અમરાપુર, હાથસણી,દેવધરીનો રસ્તો પહોળો કરાશે. જરૂરિયાત મુજબ નદીઓ પર પુલો બનાવાશે. મંત્રીશ્રીએ મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લઇ ૧૦ બહેનોના ગ્રુપ બનાવી આ યોજનાનો લાભ લઇ આત્મનિર્ભર બનવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સાત પગલાં કલ્યાણ યોજનાના વિવિધ લાભોની માહિતી આપી હાલના કોરોનાના સમયમાં સાવચેત રહેવા અને જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. હાથસણી ખાતેનાં કાર્યક્રમમાં સરપંચ કાળુભાઈ ધોરીયા, ઉપસરપંચ જીતુભાઇ, પ્રવીણભાઈ તેમજ મોટી લાખાવડ ખાતે અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકળીયા, તાલુકા પંચાયત સભ્યશ્રી નયનભાઈ, અંજનભાઈ, નાથાભાઇ વાસણ, લાખાભાઈ, નાયબ કાર્યપાલ ઇજનેરશ્રી એચ.બી.ડાંગર, મામલતદારશ્રી, ટીડીઓશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM