એજ્યુકેશન 6.0 કોમ્પિટન્સી રેન્કિંગ્સ 2026માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને ભારતની ટોચની 100 સંસ્થાઓમાં સ્થાન

શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ભવિષ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU), વિસનગર માટે ગૌરવ અને પ્રતિષ્ઠાની વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. ક્રોનિકલ્સ ઑફ રેન્કિંગ્સ (Chronicles of Rankings) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રતિષ્ઠિત એજ્યુકેશન 6.0 કોમ્પિટન્સી રેન્કિંગ્સ 2026માં યુનિવર્સિટીએ સમગ્ર ભારતમાં 87મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સાથે યુનિવર્સિટીએ દેશની ટોચની 100 શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવી પોતાની શૈક્ષણિક ગુણવત્તા અને પ્રગતિશીલ અભિગમની રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર ઓળખ સ્થાપિત કરી છે.
આ સિદ્ધિ યુનિવર્સિટીની ગુણવત્તાયુક્ત શિક્ષણ, શૈક્ષણિક નવીનતા, સંશોધન, ટેક્નોલોજી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ઝડપથી બદલાતા વૈશ્વિક શૈક્ષણિક પરિદૃશ્યમાં વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે વ્યવહારુ કૌશલ્યો અને ભવિષ્યલક્ષી ક્ષમતાઓથી સજ્જ બનાવવાના યુનિવર્સિટીના પ્રયાસોને આ માન્યતાથી વધુ પ્રોત્સાહન મળ્યું છે.
એજ્યુકેશન 6.0 કોમ્પિટન્સી રેન્કિંગ્સમાં અભ્યાસક્રમમાં નવીનતા, રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ, ડિજિટલ પરિવર્તન અને માનવકેન્દ્રિત શૈક્ષણિક પરિણામો જેવા મહત્ત્વપૂર્ણ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. વર્ષ 2026ની આ વિશેષ આવૃત્તિમાં દેશની માત્ર 100 પસંદગીની સંસ્થાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને પરિવર્તનના માપદંડો સ્થાપિત કરી રહી છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રાધાન્ય આપવાની સાથે ટેક્નોલોજી આધારિત અભ્યાસ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાનની સાથે ઉદ્યોગજગતની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યો અને વ્યવહારુ અનુભવ પ્રાપ્ત થાય તે દિશામાં યુનિવર્સિટી સતત કાર્યરત છે. આ રાષ્ટ્રીય માન્યતા યુનિવર્સિટીના આવા પ્રયાસો અને શૈક્ષણિક વિકાસની યાત્રાને વધુ મજબૂત બનાવે છે.


આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટી મેનેજમેન્ટે સમગ્ર યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા યુનિવર્સિટીના નેતૃત્વ, અધ્યાપકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસો, સમર્પણ અને સતત કાર્યનિષ્ઠાનું પરિણામ હોવાનું જણાવ્યું હતું. સાથે જ તમામ હિતધારકોના સહયોગ અને યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વિકસિત ભારત @2047ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે માટે સિદ્ધિથી પ્રેરિત થઈ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આગામી સમયમાં પણ શૈક્ષણિક ગુણવત્તામાં સતત સુધારણા, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ ઉત્સાહ સાથે કાર્યરત રહેશે. આ માન્યતા યુનિવર્સિટીની રાષ્ટ્રીય ઓળખને વધુ મજબૂત બનાવવાની સાથે ભવિષ્યલક્ષી અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરવાની દિશામાં પ્રેરણારૂપ બનશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *