
ગોકુલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત ભવ્ય નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી તરુણ ચુગજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ સ્નેહમિલન સમારોહમાં સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, સમર્પિત કાર્યકર્તા મિત્રો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપુતે સૌની સાથે આત્મીય મુલાકાત કરી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.આ અવસરે ઉપસ્થિત સૌને સંબોધિત કરતા ધારાસભ્યશ્રીએ સંગઠનની એકતા, કાર્યકર્તાઓના સમર્પણ અને જનસેવાના અવિરત સંકલ્પને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સક્ષમ અને દૃઢ નેતૃત્વમાં ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા સૌએ સંગઠિત શક્તિ, સેવાભાવ અને સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.સમારોહનું વાતાવરણ સંપૂર્ણપણે ઉત્સાહ, એકતા અને નૂતન વર્ષના નવા સંકલ્પોથી ભરેલું રહ્યું હતું.સંગઠન એ આપણી શક્તિ, સેવા એ આપણો સંકલ્પ અને વિકસિત ભારત એ આપણું લક્ષ્ય