સામાન્ય લોકોના માનશમાં જેલ અને કેદીઓ અંગે વિવિધ પ્રકારની માન્યતાઓ રહેલી હોય છે.કેદીઓનું જીવન.તેમને મળતી સુવિધા,જેલની વિવિધ પ્રવ્રુત્તિઓ તથા ગુજરાતમાં રહેલી ઐતિહસીક જેલો અંગે રસપ્રદ માહિતી આપતું પુસ્તક જેલોના વડા ડો.કે એલ એન રાવ દ્વારા પ્રકાસિત કરવામાં આવ્યું છે.ગુજરાત રાજ્યની જેલોના વડા અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે એલ એન રાવ દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે કરવામાં આવ્યું છે.જેલ ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદને સંબોધતાં ડો.કે એલ એન રાવે માહીતી આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં રજવાડા સમયની તથા બ્રીટીશરોએ બાંધેલી ઐતિહાસીક જેલો આવેલી છે.ઉપરાંત અત્યંત આધુનિક સુવિધાઓ ધરવાતી જેલો પણ આવેલી છે.ગાંધીજી,સરદાર સાહેબ,મેઘાણી સહિતના લડવૈયાઓએ જેલમાં દિવસો વિતાવેલા છે.ગુજરાતની જેલોનું ઐતિહાસીક મહત્વ રહેલું છે.વિવિધ પ્રકારની જેલ,જેલની પ્રવ્રુત્તિઓ,કેદીઓનુ જીવન જેવી રસપ્રદ માહિતી પુસ્તકમાં સમાવેશ કરાઈ છે.જેલ-ઈતિહાસ અને વર્તમાન પુસ્તકમાં સંસોધન કરાયેલી વિગતો દર્શાવવામાં આવી છે.દેશભરમાં સૌપ્રથમવાર આ પ્રકારનું પુસ્તક પ્રકાશિત કરાયું છે.કેદીઓની જીવન સુધારણા,કેદીઓની પ્રવ્રુત્તિઓ,તેમને મળતી લાભો,જેલમાંથી મુક્તિ બાદ સામાન્ય પ્રવાહમાં ભળી જવાની પ્રેરણા સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે.45 જેટલા ચેપ્ચપ માં વિવિધ સરપ્રદ વિષયોને આવરી લેવાયા છે.ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત પુસ્તિકાના વેચાણની આવકની રકમ કેદીઓના કલ્યાણ માટે વાપરવામાં આવશે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.


