એ હેડો.. હેડો..આજથી..મેહોણા ની સીટી બસમાં બેહવા…

મહેસાણા શહેરમાં 5 મી સપ્ટેમ્બર શિક્ષકદિન ના દિવસે લીલી ઝંડી આપીને ઘણા સમયથી રાહ જોતી જનતા માટે શરુ થનારી સિટી બસ સેવા.


મહેસાણા શહેરમાં કાગડોળ થી રાહ જોતી પબ્લિકને આજથી સિટી બસનો લાભ મળશે. ભૂતકાળમાં ઘણા વિઘ્નો બાદ આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિનભાઈ પટેલ દ્વારા સાંજે 4:00 કલાકે તોરણ વાડી થી શુભારંભ થશે અને સાથે સાથે ચાર નવા સીટીબસ સ્ટોપ નું લોકાર્પણ પણ થશે.મહેસાણા શહેરની પબ્લિક નો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જાણે કે કોઈ મહોત્સવ હોય તેવી રીતે પબ્લિક ખુશખુશાલ દેખાઈ રહી છે.
અધતન સેવાઓ ધરાવતી બસ સેવાનો લાભ લેવા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ તેમજ કોર્પોરેટર લોકોએ પબ્લિકને આહવાન કર્યું છે.
મહેસાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ દેસાઈ જણાવે છે કે આ ભગીરથ કાર્ય ગુજરાત સરકારના આશીર્વાદથી થઈ રહ્યું છેલ્લા 15 વર્ષ સિટી બસ સેવા બંધ હતી. ગુજરાત સરકાર ની શહેરી બસ સેવા સર્વિસની યોજના ના કારણે આજે આ સીટી બસ ચાલુ થવાનું શક્ય બન્યું છે. ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ મળવાથી પ્રદૂષણ ઘટશે અને લોકોને સારી સેવા મળશે.આખા ગુજરાતમાં પ્રથમ નગરપાલિકા હશે જે મહિલાઓને મફત સેવા આપવાનું કાર્ય કરશે.વિદ્યાર્થીઓ ને પણ કન્સેશન પાસ કાઢી આપવામો આવશે. અત્યારે હાલ આઠ બસ દોડાવવામાં આવશે. જો જરૂર પડશે તો બીજી બે બસો વધુ દોડાવી શું અને શહેરના દરેક વિસ્તારને આવરી લેવા માટે પ્રયત્ન કરીશું. વિશેષ માહિતી આપતાં તેમણે કહ્યું કે હાલ સરકાર શ્રી તરફ થી એક કિલોમીટર 50% રકમ સરકાર માંથી મળશે. 25 રૂપિયે કિલો મીટર આપીએ તો સરકાર 12 રૂપિયા 50 પૈસા આપશે જેથી નગરપાલિકાનું ભારણ ઓછું થશે અને પબ્લિકને સારામાં સારી સેવા મળશે. જો સંપૂર્ણ ખર્ચ કરવાનો થાય તો નગરપાલિકા ને ભારણ વધી જાય પરંતુ સરકાર શ્રી ની મદદથી આ કાર્ય સિદ્ધ થશે. સાથે તેમણે કહ્યું કે ભવિષ્યમાં સરકાર તરફથી રકમનો પ્રાપ્ત થશે તો મહેસાણા નગરપાલિકા સિટી બસ સેવા માટે સક્ષમ છે.
મહેસાણા નગરપાલિકા એ1 ગ્રેડ ની પાલિકા હોવાથી સરકાર તરફ થી મલતી ગ્રાન્ટ, વેરા.. વગેરે થી શક્ય છે..વહીવટ કર્તા ઓ સારા હોય તો તે ચલાવી શકે છે વધુમાં તેમનું કહેવું હતું કે કોન્ટ્રાક્ટર સીટી બસની અંદર કંડકટર તરીકે મહિલાઓને જ રાખશે.
બસની અંદર સેવાઓની બાબતમાં તેમણે જણાવ્યું કે બસમાં સીસીટીવી કેમેરા ગોઠવેલા છે અને તેની એપ્લિકેશન પ્રમાણે મુસાફર પોતાના ઘરે થી પણ જાણી શકશે કે કઈ બસ અત્યારે હાલ કયા સ્ટેન્ડ ઉપર પહોંચશે. કેટલા સમયના અંતરમાં કઈ બસ આપવાની છે અને કેટલો સમય બાકી છે તે પણ જાણી શકશે. જેથી કરીને તેનો સમય પણ ન બગડે અને તે અધતન સેવા સાથે તેનો લાભ લઈ શકશે. તેમના કહેવા પ્રમાણે સિટીટ્રાન્સપોર્ટ ની નવી કચેરી બનાવવામાં આવશે અને બે મહિનામાં તેનું અદ્યતન મકાન સાથે અને ટેકનોલોજી થી સજ્જ સુવિધાઓ સાથે સેવા ચાલુ કરવામાં આવશે.
વધુ વિગત આપતા મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર નવના કોર્પોરેટર કૈલાસ બેન એમ.પટેલ જણાવે છે કે સીટી બસમાં બહેનો માટે નિશુલ્ક ભાડુ રહેશે અને દિવ્યાંગો માટે પણ ટિકિટ વિના એટલે કે ફ્રી મુસાફરી કરી શકશે. જો કોઈ વ્યક્તિ આખો દિવસ ગમે ત્યો આવન-જાવન કરવા માગતો હશે તો દિવસની વીસ રૂપિયાની ટિકિટ લેશે તો ગમે તે બસમાં ગમે તે જગ્યાએ આખો દિવસ તેનો ઉપયોગ કરી શકશે. તેમજ મિનિમમ ભાડું પાંચ રૂપિયા રહેશે તેવું તેમણે જણાવ્યું છે. અને જરૂર પડે વધુ સિટી બસો દોડાવી ને પબ્લિકની સેવાનો અમે લાભ લઈશું.
સિટીબસ ને મોબાઈલ એપ્લિકેશનથી જોડવામાં આવશે. જેમાં નંબરવાઇઝ બસ કયા સ્ટોપેજે ક્યારે આવશે તે સમય મેળવી આખરી ઓપ અપાશે. પાસ યોજના, ટિકિટદર, કયા સ્ટોપ ઉપર બસ કેટલા વાગે આવશે વગેરે માહિતી મોબાઇલ એપથી શહેરીજનોને મળી રહે તે માટે પ્રાઇવેટ એજન્સી દ્વારા એપ બનાવાઇ રહી છે. જ્યારે જીપીએસ સિસ્ટમથી બસ કેટલાક કિલોમીટર ફરી તેના આધારે બિલ તૈયાર થશે.

રૂટ : 1
જવા માટે – તોરણવાળી માતા ચોક, રાધનપુર ચોકડી, દ્વારકાપુરી ફ્લેટ, ચવેલી નગર, આસ્થા ફ્લેટ, રાધે એકસોટીકા, અવસર પાર્ટી પ્લોટ, સરદારધામ ગેટ -1, સરદારધામ ગેટ -2, દેદિયાસણ ગામ
પરત આવવા માટે – અવસર પાર્ટી પ્લોટ, ટહુકો પાર્ટી પ્લોટ, નિરમા ફેક્ટરી, સહકાર નગર મહાશક્તિ, શિલ્પા ગેરેજ, મોઢેરા ચોકડી, બી.કે સિનેમા, બ્રહ્માણી મંદિર, ગંજ બજાર, ગોવિંદ માધવ, તોરણવાળી માતા ચોક

રૂટ : 2
જવા માટે – તોરણવાળી માતા ચોક, ગોવિંદ માધવ, ગંજ બજાર, બ્રહ્માણી મંદિર, બીકે સિનેમા, મોઢેરા ચોકડી, નીરમા ફેક્ટરી, ટહુકો પાર્ટી પ્લોટ, અવસર પાર્ટી પ્લોટ, સરદાર ગેટ નંબર 1, સરદાર ધામ ગેટ નંબર 2, દેદીયાસણ ગામ
પરત આવવા માટે – અવસર પાર્ટી પ્લોટ, રાધે એક્ઝોટિકા, આસ્થા ફ્લેટ, ચવેલી નગર, દ્વારકાપુરી ફ્લેટ, રાધનપુર ચોકડી, ગોપી નાળા, તોરણવાળી માતા ચોક

રૂટ : 3
જવા માટે – તોરણવાળી માતા ચોક, ફૂવારા (જુના), ગોપી નાળા, રાધનપુર ચોકડી, દ્વારકાપુરી ફ્લેટ, સાંઈ કૃષ્ણા હોસ્પિટલ, રાજધાની ટાઉનશીપ (હાઈવે), શાહીબાગ (હાઈવે), બાવનનું નેરીયુ, ડી માર્ટ (બાયપાસ)
પરત આવવા માટે – ડી માર્ટ (બાયપાસ), બાવનનું નેરીયુ, શાહીબાગ (હાઈવે), રાજધાની ટાઉનશીપ (હાઈવે), સાંઈ કૃષ્ણા હોસ્પિટલ, દ્વારકાપુરી ફ્લેટ, રાધનપુર ચોકડી, ગુરુદ્વારા, લાયન્સ હોસ્પિટલ, ગોપી નાળા, તોરણવાળી માતા ચોક

રૂટ : 4
જવા માટે – તોરણવાળી માતા ચોક, ગોવિંદ માધવ, ગંજ બજાર, ચકેશ્વરી ફ્લેટ, પ્રજાપતિ વાડી, ઋતુરાજ ફ્લેટ, ધારા વિદ્યાલય, હિંગળાજ ચોક, ધરમ સિનેમા, ગાયત્રી મંદિર (હાઇવે), નાગલપુર કોલેજ, વિકાસ નગર, નાગલપુર ગામ
પરત આવવા માટે – નાગલપુર ગામ, ગાયત્રી મંદિર, આશ્રય હોટલ, ગંજ બજાર, ગોવિંદ માધવ, તોરણવાળી માતા ચોક

રૂટ : 5
જવા માટે – તોરણવાળી માતા ચોક, ગોવિંદ માધવ, ગંજ બજાર, આશ્રય હોટલ, ગાયત્રી મંદિર હાઈવે, નાગલપુર કોલેજ, નાગલપુર ગામ
પરત આવવા માટે – વિકાસ નગર, નાગલપુર કોલેજ, ગાયત્રી મંદિર હાઇવે, ધરમ સિનેમા, હિંગળાજ ચોક, ધારા વિદ્યાલય, ઋતુરાજ ફ્લેટ, પ્રજાપતિ વાડી, ચકેશ્વરી ફ્લેટ, સર્વોદય બેંક, ગંજ બજાર, ગોવિંદ માધવ, તોરણવાળી માતા ચોક

રૂટ : 6
જવા માટે – તોરણવાળી માતા ચોક, ફૂવાળા (જુના) સિવિલ હોસ્પિટલ, પોલીસ હેડ કોટર્સ, ચામુંડા નગર સોસાયટી, સિદ્ધાર્થ વિદ્યાલય, સોમનાથ મંદિર
પરત આવવા માટે – સિદ્ધાર્થ વિદ્યાલય, બિલાડી બાગ, હેદરી ચોક, પરા ટાવર, અંબાજી મંદિર, ભોયરા વાસ, આઝાદ ચોક, તોરણવાળી માતા ચોક

રૂટ : 7
જવા માટે – તોરણવાળી માતા ચોક, આઝાદ ચોક, પરા ટાવર, અંબાજી મંદિર, સાઇબાબા મંદિર, ઇસ્કોન મંદિર, માનવ આશ્રમ ચોકડી, એન જી સ્કુલ
પરત આવવા માટે – માનવ આશ્રમ ચોકડી, જીઇબી, સમર્પણ ચોક, હૈદરી ચોક, તોરણવાળી માતા ચોક

રૂટ : 8
જવા માટે – રામોસણા ચોકડી, રાધનપુર ચોકડી, શિલ્પા ગેરેજ, મોઢેરા ચોકડી, નાગલપુર પાટીયા, વિકાસ નગર, આરટીઓ
પરત આવવા માટે – આરટીઓ, વિકાસ નગર, નાગલપુર પાટીયા, મોઢેરા ચોકડી, શિલ્પા ગેરેજ, રાધનપુર ચોકડી, રામોસણા ચોકડી.
આ રીતે આજ થી સિટીબસ શરૂ થઇ ગઇ છે.
રિપોર્ટ… ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM