તાપી જિલ્લાનું ગૌરવ

વ્યારા સ્થિત ડી.એલ.એસ.એસ સ્કુલના ૦૬ ગર્લસ અને ૦૧ બોય નેશનલ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા

તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડી.એલ.એસ.એસ. ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તાપીની ૦૭ ખેલાડીઓ ખો-ખો રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની જુનિયર ખો-ખો ટીમમાં પસંદગી પામતા હાલ ભુવનેશ્વર ખાતે તા.૨૨ થી ૨૬ સપ્ટેમ્બર-સુધી ચાલી રહેલ નેશનલ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તાપી જિલ્લાની આ ખેલાડીઓમાં મોનિકા ચૌધરી, પ્રિયંકા ચૌધરી, વિભુ ચૌધરી, ઉપાસના ચૌધરી, ભાવના વસાવા, પ્રિયા ચૌધરી અને ભાર્ગવ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ૭ ખેલાડીઓ અને તેમના કોચ સુનીલ મિસ્ત્રીને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી તાપી જિલ્લા, શાળા સહિત ગુજરાતનું નામ રોશન કરવા ર.ફ.દાબુ કેળવણી મંડળ, શાળા પરિવાર તથા સિનિયર કોચ દ્વારા શુભકામનાઓ પાઠવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *