જૂનાગઢ કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસરોની રીવ્યુ બેઠક યોજાઇ

જૂનાગઢ, કલેકટર કચેરી જૂનાગઢ ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસરોની જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને રીવ્યુ બેઠક બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં ૫૦ માઈક્રોન વાળા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોય દંડકીય કાર્યવાહી કરવા સાથે પર્યાવરણને જાળવવા પ્લાસ્ટિકના ઓછા વપરાશ પર ભાર મૂકાયો હતો. પ્લાસ્ટિક બાયો ડિગ્રેબલ નથી આથી પ્લાસ્ટિકથી પર્યાવરણને મૂળ સ્થિતિમાં લાવી ન શકાય તેની હાની થાય છે. વરસાદી પાણીના નદી નાળા વહેણ પણ રોકે છે. ભૂગર્ભ જળસ્ત્રોત રીચાર્જ કરવામાં પણ બાધારૂપ બને છે. આ બાબતે જનજાગૃતિ કેળવવા કલેકટરશ્રી દ્વારા સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ નગરપાલિકા વિસ્તારોમાં કાર્યરત શાળાઓ અને હોસ્પિટલમાં પ્રાયોરિટીના ધોરણે ફાયર એનઓસી આપવા પણ માર્ગદર્શન આપ્યું હતુ. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા તેમજ ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *