સરકારી વિજ્ઞાન કૉલેજ, થરાદમાં ખેલકૂદ ધારા અંતર્ગત ચેસ સ્પર્ધાનું આયોજન

રકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે ખેલકૂદ ધારા અંતર્ગત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કોલેજના કુલ ૧૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રિ-ક્વાર્ટર ફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ રાઉન્ડના અંતે બીએસસી સેમેસ્ટર ૧ ના વિદ્યાર્થી રમેશભાઇ વરજંગભાઈ ચૌધરી પ્રથમ નંબરે વિજેતા થયા હતા. દ્વિતીય નંબરે બીએસસી સેમેસ્ટર ૫ ના વિદ્યાર્થી સુરેશભાઈ જોગાભાઈ ચૌધરી વિજેતા થયા હતા. પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન તથા સફળ સંચાલન ખેલકૂદ ધારા કો-ઓર્ડીનેટર પ્રા. ડો. હર્ષદ લકુમ તથા સપ્તધારા કો-ઓર્ડીનેટર પ્રા. રુદ્ર દવે દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રિ ડૉ જગદીશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચેસ વ્યૂહાત્મક રમત હોઈ તે માનસિક અને બૌધ્ધિક વિકાસ માટે પ્રેરક સ્ત્રોત છે. જે વિધ્યાર્થીઓના જીવનમાં વિશ્લેષણાત્મક અને તાર્કિક ગુણો વિકસાવે છે. મુશ્કેલ સ્થિતિઓને કેવી રીતે હલ કરી શકાય તે માટે પથદર્શક રમત છે તેમ જણાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં પ્રાધ્યાપકશ્રીઓએ પણ ચેસ રમીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રિન્સીપાલશ્રી તથા તમામ પ્રાધ્યાપક શ્રીઓએ વિજેતા થયેલ તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વાર્ષિકોત્સવ વખતે વિજેતા વિધ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *