ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે પદયાત્રા યોજાઈ

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે વલસાડ જિલ્લાના વાપી ખાતે પદયાત્રા યોજાઈ. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રીશ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પદયાત્રામાં લોકશાહી મૂલ્યો, બંધારણીય વ્યવસ્થા અને જનતાના અધિકારોની રક્ષા માટેના સંકલ્પને વધુ દ્રઢ બનાવવામાં આવ્યો હતો. પદયાત્રા દરમિયાન કોંગ્રેસ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે જનતામાં ભ્રમ અને ગેરસમજ ફેલાવવાના તથા તેમજ અશાંતિ અને અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાના કુપ્રયાસોને વખોડી કાઢવામાં આવ્યા હતાં.

લોકશાહીની ગરિમા જાળવવા, બંધારણીય સંસ્થાઓનું સન્માન કરવા અને જનતાના અવાજને બુલંદ બનાવવા માટે સૌનો સંગઠિત પ્રયાસ જરૂરી છે ત્યારે લોકશાહી પ્રક્રિયાઓ અંગે તથ્ય આધારિત જાગૃતિ ફેલાવી ભ્રમ ફેલાવવાની કોંગ્રેસની રાજનીતિને ખુલ્લી પાડી બંધારણીય વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ લોકશાહી મૂલ્યોની જાળવણી અને જનતાના અધિકારોના રક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *