દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના અધિક્ષક અને ઈન્ચાર્જ સહાયક માહિતી નિયામકશ્રી યુ.જે.બરાળની બોટાદ ખાતે બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા જિલ્લા સેવા સદ્દન ખાતે સ્થિત જિલ્લા માહિતી કચેરીના અધિક્ષક અને ઈન્ચાર્જ સહાયક માહિતી નિયામકશ્રી યુ.જે.બરાળની દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બોટાદ જિલ્લામાં બદલી થતાં જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા અધિક્ષકશ્રી અને ઈન્ચાર્જ સહાયક માહિતી નિયામકશ્રી યુ.જે.બરાળને તેમનું આરોગ્ય સારુ જળવાઈ રહે સદાય તેઓ પ્રગતિના પગથિયાસર કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડીટરશ્રી સંજયસિંહ ચાવડા, સિનિયર ક્લાર્કશ્રી એચ.એ.ગોજીંયા, ફોટોગ્રાફરશ્રી જીગ્નેશભાઈ ગોજીયા તથા બશીર ખલીફા અને શાજીદ ખલીફા સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *