નવરાત્રી ૭ ઓક્ટોબરથી આ વખતે એક નોરતું ઓછું ચોથા નોરતાનો ક્ષય.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

શારદીય નવરાત્રી શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે કોવિડ ગાઈડલાઇન્સ સાથે ગરબા ની મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ વધી ગયો છે. બજારમાં હવે થોડીક ભીડ દેખાવા જઈ રહી છે. લોકો નવરાત્રી ની ખરીદી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે .અલબત્ત આ વખતે ચોથા નોરતા નો ક્ષય છે એટલે નવરાત્રીમાં એક નોરતું ઓછું હશે કોરોના ના વધારે કેસને પગલે ગત વર્ષે નવરાત્રિ દરમિયાન રાજ્યભરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું નહીં જોકે આ વર્ષે કોરોનાના ઘટતા કેસ અને સરકાર શ્રી દ્વારા વેક્સિનેશન વધુમાં વધુ રસીકરણ કરવાથી કોવિડ ગાઈડલાઇન્સ સાથે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી છે. બે વર્ષે ગરબે ઘુમવા મળવાનું હોવાથી ખેલૈયાઓના ઉત્સાહ અત્યારથી જ ખૂબ જ વધી ગયો છે. આ વખતે નવરાત્રિમાં ચોથી તિથીનો ક્ષય થવાજાય છે. જેથી 13 ઓક્ટોબર બુધવારે મહા અષ્ટમી છે અને ૧૫ ઓક્ટોબરના વિજ્યાદશમી પર્વ ઉજવાશે. મેદનીય જ્યોતિષ મુજબ નવરાત્રી પ્રારંભ વૈધૃતિ યોગ માં છે. આ ઉપરાંત નવરાત્રીના આઠ દિવસ છે. એટલે કે એક નોરતું ઓછું છે. માટે જ્યોતિષ સંભાવના મુજબ રાજકીય આર્થિક અસ્થિરતા નો યોગ બની શકે છે. પરંતુ નવરાત્રિ ગુરુવારથી શરૂ થતી હોવાથી તેની અસર ખૂબ જ ઓછી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 400 લોકોની મર્યાદા સાથે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી છે. પરંતુ પાર્ટી પ્લોટ કે કોઈ મોટા આયોજનો કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી. તેના અનુસંધાને શેરીગરબા અથવા તો સોસાયટીમાં ગરબા કરી શકાશે.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM