ડાંગ જિલ્લામા ‘વન્યજીવ સપ્તાહ’નો પ્રારંભ

સપ્તાહ દરમિયાન અનેકવિધ પ્રવૃતિઓ થકી લોકચેતના જગાવાશે

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૨: ઘનઘોર વનપ્રદેશ ધરાવતા ડાંગ જિલ્લામા ગાંધી જયંતિ : તા.૨ જી ઓક્ટોબરથી ‘વન્યજીવ સપ્તાહ’નો પ્રારંભ કરાયો છે.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિલેષ પંડયાના જણાવ્યા અનુસાર ‘વન્યજીવ સપ્તાહ’ ના પ્રારંભે એટલે કે તા.૨/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૮:૩૦ કલાકે આહવા ના ગાંધી ઉદ્યાન ખાતેથી નીકળેલી ‘જનજાગૃતિ’ રેલી સાથે સપ્તાહનો પ્રારંભ કરાયો છે. ઉપરાંત બપોરે દેવિનામાળ કેમ્પ સાઇટ ખાતે વન્યજીવ સંરક્ષણ અંગે કાયદાકીય જાણકારી માટેના સેમિનાર સાથે વનકર્મીઓને માર્ગદર્શિત કરાયા છે. પ્રથમ દિવસના આહવા (પૂર્વ) ના આ કાર્યક્રમ બાદ તારીખ ૩ થી ૮ ઓક્ટોબર, ૨૦૨૧ દરમિયાન દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની ચીંચીનાગાંવઠા, વઘઇ, સાકરપાતળ, ગલકુંડ, ચીખલી, અને વાંસદા નેશનલ પાર્કના કાર્યક્ષેત્ર હેઠળની શાળાઓમા ચિત્ર અને નિબંધ સ્પર્ધા, રેલી, બાઈક રેલી, સ્વચ્છતા અભિયાન, વાર્તાલાપ સહિતના કાર્યક્રમોના આયોજન થકી, વન અને વન્યજીવોના જતન, સંવર્ધન બાબતે વ્યાપક લોકજાગૃતિ કેળવાશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM