1908 પર ડ્રગ્સની બાતમી આપો અને ઈનામ મેળવો-સીઆઈડી ક્રાઈમ ની ઝુંબેશ-નાગરીકોને સહકાર આપવા અપીલ.

રીપોર્ટ… ડેવિડ પટેલ.

ગુજરાતમાં કેફી પદાર્થો,કુત્રિમ ડ્રગ્સ,સિનેન્થેટીક ડ્રગ્સ અને માદર દ્રવ્યોની હેરાફેરી,વેચાણ,સંગ્રહ કરનાર તત્વો સામે ગુજરાત સીઆઈડી ક્રાઈમે ઝુંબેશ શરુ કરી છે.સીઆઈડી ક્રાઈમે ડ્રગ્સના દુષણ સામે લડવા માટે નાગરીકોને પણ સાથ સહકાર આપવા અપિલ કરી છે.સીઆઈડી ક્રાઈમ દ્વારા હેલ્પલાઈન નં.1908 કાર્યરત કરવામાં આવી છે. કોઈપણ જાગ્રુત અને સમાજ માટે ચિંતિત નાગરીક 1908 પર માદકદ્રવ્યો-ડ્રગ્સ અંગે બાતમી આપી શકે છે.જે નાગરીકો બાતમી કે માહિતી આપસે તેમનું નામ જાહેર કરવામાં નહીં આવે,ઉપરાંત નાગરીકોને પ્રોત્સાહન આપવા માટે ઈનામની પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધીત કુદરતી માદક દ્રવ્યો ( ચરસ,ગાંજો,અફિણ ),સિન્થોટીક ડ્રગ્સ,હેરોઈન અને બ્રાઉન સુગર જેવા કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવતા માદક દ્રવ્યો, એમડી ડ્રગ્સ સહિતના પ્રતિબંધીત ડ્રગ્સ ( જેમાં દવાઓનો પણ સમાવેશ થાય છે )નું વેચાણ થતું હોય,તેની હેરાફેરી કરાતી હોય,ટ્રાન્સપોર્ટેશન કરાતું હોય,નશો કરવામાં આવતો હોય કે સંગ્રહ કરવામાં આવતો હોય કે ઉત્પાદન કરાતું હોય તો તે અંગે નાગરીકોને હેલ્પલાઈન નં.1908 પર માહિતી કે બાતમી આપવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને શાળા-કોલેજની આજુબાજુના વિસ્તારો,ઔધ્યોગિક એકમોની આસપાસના વિસ્તારો,વસાહતો,રહેણાંક વિસ્તારો સહિતના વિસ્તારોમાં માદકદ્રવ્યોનું વેચાણ કરવામાં આવતું હોય છે.જે સ્થળો પર વેચાણ કે ખરીદ કરનાર અંગે બાતમી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM