રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનું સોમનાથ ખાતેથી પ્રસ્થાન

રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ઓલ ઇન્ડિયા અને રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા સોમનાથ થી અગરતલા સુધી રામાનુજે અમૃત ભારત ગણિત યાત્રાનું પ્રસ્થાન રાષ્ટ્રીય કન્વીનર ડો ચંદ્ર મૌલી જોશી કનુભાઈ કરકર, સ્વામી નારાયણ ગુરૂકુળના સંતશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવી બારૈયા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વાજા સહિત મહાનુભાવોએ ઝંડી આપી કરાવ્યું હતું.સમગ્ર દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે આ યાત્રા સમગ્ર દેશમાં ૮૨ દિવસ દરમિયાન ૨૫ રાજ્યના ૭૫ વિદ્યાલય ખાતે ભ્રમણ કરશે. ૨૨ ડિસેમ્બરે ભારતના પ્રખ્યાત ગણિતજ્ઞ રામાનુજન શ્રીનિવાસ ના જન્મ દિવસે ત્રિપુરા રાજ્યના સુંદરી મંદિર અગરતલા ખાતે પૂર્ણ થશે. સમગ્ર દેશમાં બાળકોને મુશ્કેલ ગણાતા વિષય ગણિતના પ્રચાર-પ્રસાર માટે યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતમાં ૨ ઓક્ટોબરથી ૫ ઓક્ટોબર દરમિયાન સોમનાથ થી પ્રાચી વિસાવદર બગસરા સુરેન્દ્રનગર અમદાવાદ થી પસાર થઈને આ વિસ્તારની શાળાઓની મુલાકાત લઇ વિવિધ સ્પર્ધાનું આયોજન કરી ગણિતનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *