ડાંગ જિલ્લાની ૧૮૦ થી વધુ શૌક્ષણિક સંસ્થાઓમા યોજાશે

“ક્લીન ઈન્ડિયા” થીમ આધારિત ચિત્ર સ્પર્ધા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા : તારીખ : ૪ : તા. ૧લી ઓક્ટોબર થી ૩૧ મી ઓક્ટોબર સુધી દેશ આખાની જેમ ડાંગ જિલ્લામા પણ ‘ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ’ નું આયોજન કરાયુ છે. જે મુજબ આજે ડાંગ જિલ્લાની ૧૮૦ થી વધુ શૌક્ષણિક સંસ્થાઓમા ક્લીન ઈન્ડિયા થીમ આધારિત ચિત્ર સ્પર્ધા યોજશે.
જિલ્લામા આયોજિત સમગ્ર માસ દરમિયાનના કાર્યક્રમોની ચર્ચા કરતા ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયા એ સંબંધિત વિભાગોને તમામ કાર્યક્રમોનુ સુચારુ આયોજન કરી ડે ટુ ડે ના રિપોર્ટિંગ બાબતે સમય મર્યાદાનો ખ્યાલ રાખવા સૂચના આપી હતી. આ માટે જિલ્લા રમતગમત કચેરી તથા નહેરુ યુવા કેન્દ્રને વિશેષ ચોકસાઇ દાખવવાની પણ કલેક્ટરશ્રીએ હિમાયત કરી હતી.
દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.ચૌધરી તથા નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન પૂરુ પાડયુ હતુ. નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામિત તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ બેઠકની કાર્યવાહી સંભાળી અમલીકરણ અધિકારીઓને કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *