મહાલ-૧૨ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે થયુ ૮૧ ટકા મતદાન

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૪: ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની મહાલ-૧૨ બેઠકની પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયુ હતુ. જેમા અહીં સાંજે છ વાગ્યા સુધી ૮૧ ટકા જેટલુ મતદાન નોંધાવા પામ્યુ છે. ઉલ્લેખનિય છે કે, મહાલ બેઠક માટે નોંધાયેલા ૧૨૪૭ પુરુષ અને ૧૨૦૬ સ્ત્રી મતદારો મળી કુલ ૨૪૫૩ મતદારો પૈકી આજે સાંજે પાંચ વાગ્યા સુધીમા ૧૦૪૮ પુરુષ, અને ૯૩૯ સ્ત્રી મળી કુલ ૧૯૮૭ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ૧૨-મહાલ બેઠક માટે કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમા (૧) છગનભાઇ ઝીણાભાઈ કનસ્યા (ભાજપ), (૨) છોટુભાઈ પુન્યાભાઇ કાગડે (આપ), (૩) ઈશ્વરભાઈ શંકરભાઇ સાલકર (ભારાકોં), અને (૪) પ્રવીણભાઈ શિવાજીભાઇ ઝામ્બરે (બીટીપી) નો સમાવેશ થાય છે. આ યોજાયેલા મતદાન બાદ આ ચારેય ઉમેદવારોનુ ભાવિ ઇ.વી.એમ. મા સીલ થવા પામ્યુ છે. આ ચૂંટણીની મતગણના આજે એટલે કે તા.૫ મી ઓક્ટોબરે સુબિર ખાતે યોજાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *