ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટીબી ફોરમ કમિટીની બેઠક યોજાઇ

ટીબીની દવાનું વેચાણ કરતાં તમામ મેડિકલ સ્ટોરે દવા વેચાણ અંગેની માહિતી ફરજીયાત આપે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીને સૂચના આપતા કલેકટરશ્રી

ગાંધીનગર જિલ્લા ટીબી ફોરમ કમિટીની બેઠક આજરોજ જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં સરકાર દ્વારા ચાલતા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ દ્વારા ટીબી નાબૂદ કરવા માટેના મુદ્દોઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ટીબી ના દર્દીઓનું નિદાન, સારવાર સમયસર થાય તેની તકેદારી રાખવાનું ખૂબ જરૂરી છે. તેમજ ટીબી ના દર્દી ને સારવાર દરમ્યાન કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો ના પડે અને લોકો માં ટીબી રોગ અંગેની જાગૃત્તિ આવે તે માટે પ્રચાર- પ્રસારની કામગીરી યોગ્ય રીતે કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, મેડિકલ સ્ટોરમાં ટીબીની દવાનું વેચાણ કરતાં તમામ મેડિકલ સ્ટોરે ટીબી વિભાગને વેચાણ અંગેની માહિતી ફરજીયાત આપે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ફૂડ અને ડ્રગ કચેરીના કર્મયોગીઓને જિલ્લાના તમામ મેડીકલ સ્ટોરનું સઘન સુપરવિઝન કરવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ટીબીના દર્દીને સરકારશ્રી દ્રારા સામાજિક સહાય સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં ખાસ સૂચના આપી હતી. દર્દીઓને ન્યુટ્રેશન કીટ મળી રહે તે દિશામાં યોગ્ય કામગીરી કરવાનું પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લામાં ચાલતા ટીબી ના કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને મળતી સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી. હાલમાં ટીબીના દર્દીની તપાસ માટે અદ્યતન સુવિધાઓ જેવી કે માઇક્રોસ્કોપી, સીબીનાટ, ટુ નાટ, એક્સરે , સોનોગ્રાફી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ટીબી ના દર્દીઓ નિયમિત દવા લે છે કે તે માયે એધરન્સ વિશેની માહિતી અંગે 99 ડોટ્સ, મમ બોક્સ, જેવી ટેકનિકલ સુવિધાઓ વિશેની, સાથે સાથે ટીબીના રોગ માટે ફિક્સ ડ્રગ કોમ્બિનેશન, બેડાકવેલીન, ડેલામીનીડ, જેવી સારી ગુણવત્તા યુક્ત દવા વિશેની માહિતી આપવામાં આવી હતી.
ટીબીના રોગવિષેની માહિતી લોકો સુધી સરળતાથી મળી રહે તે હેતુ સર ટીબી આરોગ્ય સાથી એપલિકેશન વિશેની માહિતી આપેલ, જિલ્લામાં દર માસના બીજા અને ચોથા મંગળવાર ના રોજ ટીબી ના કેસ શોધવા માટે એકટિવ કેસ ફાઇન્ડિંગ ની સર્વે ની કામગીરી કરવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી. તારીખ 02/09/21 થી તારીખ 1/11/21 સુધી ટીબીના કેસ શોધવા માટે એકટીવ કેસ ફાઇન્ડિંગ ઍકટીવી શરૂ કરવામાં આવી રહી છે, તેનાથી સર્વે કમિટીના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *