રિપોર્ટ સીમા ભટ્ટાચાર્ય
નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદંબાધામ માં કથાકાર પ્રફુલભાઈ શુકલ ના સાનિધ્ય મા આસો શારદીય નવરાત્રી નો મંગલ આરંભ.મોતા દેવનારાયણ ધામ ના પૂ.તારાચંદ બાપુ દ્વારા ૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરી ને કરવામાં આવ્યો હતો.દેવિભાગવત કથા નું દીપ પ્રાગટય નીતિનભાઈ સરકાર કપુરા અને રાજીવભાઈ શાહ વ્યારા ના હસ્તે કરવામાં આવ્યું હતું.નવરાત્રી અનુષ્ઠાન ના મુખ્ય યજમાન કૌશિકભાઈ રાજેન્દ્રભાઇ પટેલ બીલીમોરા અને નવચંડી યજ્ઞ ના મનોરથી પ્રફુલભાઈ રાતીલાલભાઈ પટેલ વેજલપોર ના હસ્તે નવચંડી મહાયજ્ઞ સંપન્ન થયો હતો.આચાર્ય મુકેશભાઈ જાની, કૃષ્ણ શુકલ,કિશન દવે અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સુરત જિલ્લા પત્રકાર સંઘ ના જગદીશભાઈ હળપતિ,જગદીશભાઈ પટેલ…………. સહિત ઉપસ્થિત રહ્યા હતા.છેલ્લે ૧૦૮ દિવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી.દરરોજ સવારે ૮ થી ૧ દરમિયાન ચાલનારા દેવી ઉપાસના ના આ અનુષ્ઠાન માં દક્ષિણ ગુજરાત ના ભાવિકો ભાગ લેશે.વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુકલ એ કહ્યું હતું કે “રાજ-રાજેશ્વરી જગદંબા સૌ નું કલ્યાણ કરે,સર્વત્ર સદભાવ થાય એવી માતાજી ના ચરણો માં પ્રાર્થના કરી ને દેવિભાગવત કથા નું મંગલાચરણ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ૪૭ વર્ષ થી કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા ખેરગામ મા આસો નવરાત્રી અનુષ્ઠાન થઈ રહ્યું છે.પ્રતીક પટેલ આછવણી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.સૌ. સુદેશજી તીરથરામ શર્મા સેલવાસ દ્વારા બ્રહ્મભોજન અપાઈ રહ્યું છે.કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ કોસંબા તરફથી માતાજી ની મૂર્તિ પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.ખેરગામ તાલુકા પંચાયત દંડક શ્રીમતી લીનાબેન અમદાવાદી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.સાથે કથાકાર મુકેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.



