અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્યશ્રી મોહનભાઇ ડી. ઢોડિયાની વરણી

સુરત-મહુવા : – રીપોર્ટર મયુર પટેલ


મહુવા વિધાનસભા મતવિસ્તારના લોક્લાડીલા અને પ્રજાના હિતમાં સક્રિય ભાગ લેનાર ધારાસભ્યશ્રી મોહનભાઇ ડી. ઢોડિયાની અનુસુચિત જન જાતિ કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. મહુવા વિધાનસભા મતવિસ્તારના લોક્લાડીલા મોહનભાઇ ડી. ઢોડિયાની વરણી થતા જ મહુવા, વાલોડ, ચીખલી અને બારડોલીના કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. મહુવા વિધાનસભા મતવિસ્તારમાં બ્રિજમેન તરીકે પ્રજાના હ્દયમાં વિરાજમાન એવા ધારાસભ્યશ્રી મોહનભાઇ ડી. ઢોડિયાની ગુજરાત સરકારમાં અનુસુચિત જન જાતિ કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકેની વરણી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરાઇ છે. અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્ય તરીકે ધારસભ્ય અશ્વિંભાઇ કોટ્વાલ-ખેડ્બ્રમ્હા, વજેસિંગભાઈ પારસિંગભાઈ પણદા-દાહોદ, બચુભાઈ મગનભાઈ ખાબડ-દેવગઢબારિયા, અભેસિંહ તડવી-સંખેડા, ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા-માંગરોળ, આનંદભાઈ ચૌધરી-માંડવી, સુનિલ ગામીત-નિઝર, વિજયભાઇ પટેલ-ડાંગ, અરવિંદ છોટુભાઇ પટેલ-ધરમપુર, રમણલાલ નાનુભાઈ પાટકર-ઉમરગામની વરણી કરવામાં આવી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM