રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા : તા : ૨૧ : રાજ્ય સમસ્તની જેમ છેવાડાના ડાંગ જિલ્લામા પણ બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવથી સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર તા. ૨૦મી ઓક્ટોબર થી ‘ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન’ નો શુભારંભ કરાયો છે.
પોતાના વ્હાલસોયા બાળકોને સંપૂર્ણ રસીકરણ દ્વારા ગંભીર બિમારીઓથી બચાવી સુરક્ષિત કરવાની અપીલ સાથે શરૂ થયેલા ‘ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન’ (પી.સી.વી.) ના શુભારંભ કાર્યક્રમ દરમિયાન આહવાની આંગણવાડી (દેવલપાડા) ખાતે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન ચૌધરી તથા આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, તથા આહવા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. અનુરાધા ગામીતે તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.
મહાનુભાવોએ સંપૂર્ણ રસીકરણ અપનાવી ડાંગના નવજાત શિશુઓને તંદુરસ્ત જીવન આપવાની અપીલ કરી હતી.






