
ભુજ :લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારનાં ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાની મુલાકાત લઈ પોતાનાં સંસદીય મતક્ષેત્ર કચ્છ – મોરબીનાં ભુજ – કંડલા વિમાની સેવા વિસ્તરણ – યાત્રિક સુવિધાઓ વધારવા અને મોરબી જિલ્લામાં વિમાની સેવા શરૂ કરવા એરપોર્ટ બાનવવા માટેની રજૂઆત કરી હતી.સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, ભુજ અને કંડલા એરપોર્ટ સુવિધાઓ છે, પરંતુ જરૂરિયાત મુજબની વિમાની સેવા ઉપલબ્ધ નથી માટે અમદાવાદ – મુંબઈ અને દિલ્હી તથા દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવા વધારવા, નવી શરૂ કરવા તથા ઔદ્યોગીક હબ મોરબી કે જ્યાં સિરામિક સેનિટેશન, ઘડિયાળ, હીરા તથા નળિયા ઉદ્યોગ ધમધમે છે ત્યાં એરપોર્ટની સુવિધા જ નથી માટે અદ્યતન એરપોર્ટ બનાવવા તથા કચ્છ અને મોરબી જિલ્લા ટુરિઝમ તથા ઓદ્યોગિક હબના વિકાસ માટે વિમાની સેવા વિસ્તરે તેવી રજૂઆત ઉડ્ડયન મંત્રી શ્રી સિંધીયાને મળી કરી છે. તેમણે સકારાત્મક પ્રતીભાવ આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે.