‘લોન્ગ લિવ પીએમ મોદી’ અને ‘ભારત સ્ટેન્ડ વિથ મોદીજી’ સહિતના પ્લેકાર્ડ સાથે મહિલા કાર્યકર્તા બહેનોએ પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા અંગે પંજાબની કોંગ્રેસ સરકારે નિન્મસ્તરની રાજનીતી કરીને પ્રધાનમંત્રી પદની ગરિમા અને સન્માનને નેવે મૂકીને આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવ સામે જોખમ ઉભું કરવાનું દુ:સાહસ અને દુષ્પ્રયાસ કર્યો છે તેની સામે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપા દ્વારા દેશભરમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શતાયુ જીવન માટે પ્રાર્થના થઈ રહી છે ત્યારે આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દીપિકાબેન સરવડાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતની ધરતીના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષા અને દીર્ઘાયુ માટે શક્તિ મંદિર, સેક્ટર ૧૩ ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા જેમાં પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી વીણાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખશ્રી ચંદ્રિકાબેન, મહાનગર મહિલા મોરચાના પ્રમુખ કુ.પ્રિયાબેન પટેલ, ITSM કન્વીનર, તૃપ્તિબેન, રીટાબા તેમજ મહિલા મોરચાના કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહયા હતા.



