મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ – એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. ૪૨૯ (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. ૭૧ (વડોદ) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૪૩ (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે તેમાં સુરતની ટીપી સ્કિમ નં. ૨૬ (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. ૪-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. ૯૪(હાથીજણ-રોપડા) છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩ મંજૂર થવાથી ૨૨.૧૮ હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. ૪૨૯ મંજૂર થવાથી ૫૫.૪૭ હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૭૧ મંજૂર થવાથી ૧૫.૮૩ હેકટર જમીન સંપ્રાપ્ત થશે. મુખ્યમંત્રીશ્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોં વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવાર નો દિવસ અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોના નિરીક્ષણ મુલાકાત માટે ફાળવ્યો.
મુખ્યમંત્રીશ્રી શનિવારે સવારે ગાંધીનગરથી મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા
મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રી એ માર્ગ મકાન સચિવશ્રી સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર ૬ લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામો ની પણ મુલાકાત લીધી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને ૬ લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.
રાજ્યના ધોરી માર્ગોના વિસ્તૃતીકરણની પ્રગતિ હેઠળના કામોની જાત મુલાકાત લેતા મુખ્ય મંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રાજ્યના ધોરી માર્ગોના વિસ્તૃતીકરણની ચાલી રહેલી કામગીરીની વિવિધ સ્થળોએ મુલાકાત લઈને પ્રગતિ નિહાળી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી સંદર્ભમાં સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમાર અને માર્ગ મકાન સચિવ શ્રી સંદિપ વસાવા સાથે શનિવારે સવારથી આ કામગીરીના જાત નિરીક્ષણ માટેનો ઉપક્રમ લીંબડી થી કર્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રાજકોટ હાઇવેના ૬ લેન કરવાના કામોમાં લીંબડી બગોદરા વચ્ચેના કાર્યો તેમજ બગોદરા તારાપુર હાઇવેના ૬ લેન અંર્તગત અરણેજ નજીકના બ્રિજ નિર્માણની પ્રગતિ નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રી આ સમગ્ર રૂટ પર મોટર માર્ગે ફર્યા હતા અને જુદી જુદી સાઈટ પર પ્રત્યક્ષ જઈને કામોની ગુણવત્તા, વપરાશમાં લેવાતા મટીરીયલ અંગેની વિગતો પણ મેળવી હતી. તેમણે બગોદરા માર્ગ પર કેરાલા પાસે બની રહેલા ઓવરબ્રિજની સાઈટનું પણ નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા પ્રગતિ હેઠળના કામોની જાત મુલાકાત લઈ ગાંધીનગર પરત આવતા સરખેજ ચિલોડા નેશનલ હાઈવેના ૬ લેન કામો અન્વયે અદાણી શાંતિ ગ્રામ પાસે નિર્માણાધિન ઓવરબ્રિજની કામગીરી પણ જોઈ હતી.









