રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત ડાંગ જીલ્લા રમત ગમત કચેરી આયોજીત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૨ મી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીનાં ભાગરૂપે તા.૧૨/૧/૨૦૨૨ રાષ્ટ્રીય યુવા મહોત્સવ-૨૦૨૧-૨૦૨૨ નો પોંડિચેરી ખાતે વર્ચ્યુલ ઉદ્દઘાટ્ન સાથે આજ રોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પુસ્તક પ્રદર્શન યુજાયો. આ કાર્યક્રમમાં ડાંગ જીલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યા ના અધ્યક્ષ પદે યોજાયો.
આ કાર્યક્રમમાં ડાંગ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારા, ડાંગ જીલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલભાઈ પટેલ, જીલ્લા સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ દયારામ લાડ, નેહરુ યુવા કેન્દ્રના અનુપ ઈંગોલે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધાવી હતી.
ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુછ થી સ્વાગત કરી દિપ પ્રાગટ્ય કરી પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂરાત કરવામાં આવી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ઓનલાઈન મિડિયા સંદેશો, રમત ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ના ઓનલાઈન મિડિયા સંદેશો અને માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના ઓનલાઈન મિડિયા સંદેશો સાથે ડાંગ જીલ્લા યુવા ઉત્સવના વિજેતા કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રાર્થના, સ્વાગત ગીત, ભાવગીત, સમુહગીત, ગરબો, ભરતનાટ્યમ વગેરે કૃતિઓ રજુ થઈ. સાથે સરકારી માધ્યમિક શાળા ના શિક્ષકશ્રી અર્જુનસિંહ પરમાર એ સ્વામિ વિવેકાનંદજીના જીવન કવન અંગે રસપ્રદ માહિતી આપી. આ સાથે જીલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદના સાહિત્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જીલ્લા રમત ગમત અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાત્રેય મોરે, અસ્મીતા બારોટે કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, અને ગ્રામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા રમત ગમત કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી જૈમીન રાવલ અને મયુરકુમાર સન્મુખભાઈ સોલંકી એ ભારે જહેમત ઉઠાવી હતી.


