ક્રિકેટની રમતમાં ડાંગ ના ખેલાડીઓની પ્રતિભા બહાર આવે, યુવા ખેલાડીઓ પોતાનામાં રહેલ કૌશલ્યને રજુ કરી શકે તેવા ઉમદા હેતુથી આકાશ દિલીપભાઈ ચૌધરી(વિકી) પ્રદેશ કારોબારી સભ્ય (BJYM) દ્વારા ડાંગ ના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા DPL-2 નું આયોજન કરી ખુબ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તા.02 જાન્યુઆરી થી શરુ થઈ 10 દિવસ ચાલેલ આ ટુર્નામેન્ટમાં ચોક્કા છક્કાની રમઝટ સાથે 9 જેટલી ટીમ નિલેમગેસ એજન્સી,એકતા ઈલેવન નાદાનપેડા, ૐ શેષગ્રુપ, યુનિટી ગ્રુપ, કિંગ ઓફ તાજ, વૈદરાજ સ્પોર્ટ્સ ક્લબ, ફ્રેન્ડ્સ ઇલેવન,હર્ષ 11,ડાંગ રાયડર્સ, મળી કુલ છ ટીમોમાં ૮૦ ખેલાડીઓને વહેંચી ટુર્નામેન્ટ રમાડવામાં આવી. પ્રથમ ઈનામ રૂ. 51.૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથેએકતા ઇલેવન નાદાનપેડાં વિજેતા બની જ્યારે કિંગ ઓફ તાજ દ્વિતીય ઈનામ રૂ. 25,૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથે રનર અપ વિજેતા રહી. આ ટુર્નામેન્ટના મેન ઓફ ધી સીરીઝ તરીકે શાહરુખ એકતા ઇલેવન નાદાનપેડાં અને બેસ્ટ બોલર તરીકે અભિલાસ ડાંગ રાઈડર્સ ના પ્લેયર ની પસંદગી થઈ. DPL નું આયોજન કરવાની મુખ્ય ઉદ્દેશ એ હતો કે ડાંગ જિલ્લા માંથી ટેલેન્ટ બહાર આવે. જેમાં શાહરુખ, વિપુલ, ભાવિન, ફિરોજ, અભિલાસ, રોશન જેવા ખેલાડીઓ ઉભરતા તારાની જેમ પોતાની આગવી રમત દાખવી નિખરી આવ્યા.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉત્સાહ પુર્વક અને ખેલદિલીથી પોતાની રમત દાખવી. ડાંગ જિલ્લા ના ક્રિકેટ પ્રેમી જનતાએ પણ દર્શક તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આ ટુર્નામેન્ટનું સફળ મેનેજમેન્ટ વિજય મોહિતે ,છોટુ, મુન્ના, હેમંત, તુષાર,અને અર્જુન સોલંકી દ્વારા કરાયું. અંતે આકાશ દિલિપભાઈ ચૌધરી જણાવ્યું કે આવીજ રીતે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમની કારકિર્દી માટે સહયોગ આપવાનો તથા આવનાર સમયમાં કોઈપણ રમતક્ષેત્રે અમારો સહકાર રહેશે તેવી ભાવના સાથે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા. અંતે સૌ ખેલાડીઓએ આ ઉત્તમ આયોજન અને રમવાની તક ઉપલબ્ધ કરાવવા માટે આકાશ દિલીપભાઈ ચૌધરી નો આભાર વ્યક્ત કર્યો.



