ડાંગ જિલ્લાના ૧૩૦ ખેડૂતોને રૂ.૭.૮૦ લાખની સ્માર્ટફોન ખરીદી અંગેની સહાય મળશે

પ્રતિકાત્મક કાર્યક્રમમા ૧૬ લાભાર્થીઓને પેમેન્ટ હુકમોનુ વિતરણ કરતા મહાનુભાવો

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદીમા સહાય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમનુ દીપ પ્રાગટય કરી ખેડૂતોને સહાય વિતરણ કરતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ખેડૂત કલ્યાણ અર્થે સતત ચિંતિત રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી, લાભાર્થી ખેડૂતોને સ્માર્ટફોનના ઉચિત ઉપયોગથી તેનો ઉદ્દેશ બર લાવવાની હિમાયત કરી હતી. આ વેળા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓનો ખ્યાલ આપી, પ્રાકૃતિક ડાંગ જિલ્લાના ખેડૂતોને તેમની આવક ડબલ કરવાની અપીલ કરી હતી. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ પણ પ્રોત્સાહક હાજરી આપી, ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારના કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની સ્માર્ટફોન ખરીદી યોજના અન્વયે ખેડૂતો દ્વારા ખરીદવામા આવતા રૂ.૧૫૦૦૦ સુધીના સ્માર્ટફોનની ખરીદી ઉપર ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૬,૦૦૦/- સહાય ચૂકવવામા આવે છે. ડાંગ જિલ્લામા આ યોજના હેઠળ સને ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૩૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે સો એ સો ટકા ખેડૂત લાભાર્થીઓને રૂ.૭.૮૦ લાખની સહાય ચૂકવવામા આવી છે. જેના પ્રતિક રૂપે આજે યોજાયેલા સહાય વિતરણ કાર્યક્રમમા૧૬ લાભાર્થીઓને પેમેન્ટ હુકમનુ વિતરણ કરાયુ હતુ. આ યોજના સહિત ખેડૂતો માટેની અમલી શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવા માટે આગામી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધી ખુલ્લા મુકાયેલા www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત પોર્ટલ) ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેતન માહલાએ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ. સ્માર્ટફોન ખરીદી સહાય યોજનાના યુવા ખેડૂત લાભાર્થીઓ એવા હનવતચોંડ ગામના નિલેશ રામચંદ્ર ભોયા, વાંગણ ગામના વિપિન શાંતાભાઈ ભોયા, તથા કસાડબારી ગામના નલિન મોહનભાઇ દળવીએ આ સ્માર્ટફોન થી ખેતી ક્ષેત્રને લગતી તમામ અપડેટ્સ, અને યોજનાકીય માહિતી મળવા સાથે વાતાવરણ, હવામાન સંબંધિત વર્તારો પણ તેમને સમયસર મળી રહેશે, તેમ એક સુરે જણાવ્યુ હતુ. ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા લાભાર્થી ખેડૂતો સહિત આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે, સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM