આહવા ખાતે યોજાશે ‘ગરીબ કલ્યાણ મેળો’

મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી રહેશે ઉપસ્થિત.

રાજ્યભરમા આજથી શરૂ થઈ રહેલા ૧૨મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા પૈકીનો, ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજે, એટલે કે તા.૨૪/૦૨/૨૦૨૨ના રોજ આહવા ખાતે યોજાઈ રહ્યો છે.ડાંગ જિલ્લાના આજના ગરીબ કલ્યાણ મેળાના આ કાર્યક્રમમા નર્મદા – જળ સંપત્તિ અને પાણી પુરવઠા, તથા કલ્પસર અને મત્સ્યોદ્યોગ વિભાગ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. આ વેળા તેમની સાથે સાંસદ શ્રી ડો. કે.સી.પટેલે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી, લાભાર્થીઓને હાથોહાથ વિવિધ લાભો એનાયત કરશે.ઉલ્લેખનિય છે કે, આજે આહવા ખાતે સરકારી માધ્યમિક શાળાના પટાંગણમા સવારે ૯:૦૦ વાગ્યાથી ડાંગ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે, ૧૨મા તબક્કાના આ ગરીબ કલ્યાણ મેળામા અંદાજિત ૮,૧૩૬ લાભાર્થીઓને કુલ રૂ.૧૪.૫૧ કરોડના વિવિધ સાધન/સહાય એનાયત કરાશે. જે પૈકી આજે મેળાના દિવસે ૨,૪૮૭ લાભાર્થીઓને રૂ.૫.૧૪ કરોડના લાભો મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *