અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનેગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની રિવ્યૂ બેઠક યોજાઇ

અમદાવાદ જિલ્લામાં આગામી 26મી ફેબ્રુઆરીનારોજ ધોળકા ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થશે

અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે 26મી ફેબ્રુઆરીએ સવારે 9.00 કલાકે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના સુચારું આયોજન અંગેની રિવ્યૂ અને સમિક્ષા બેઠક ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે યોજાઇ હતી.

ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવાની કિટ, વિવિધ વિભાગના સ્ટોલ, લાભ વિતરણ માટેના મુખ્ય અને પેટા સ્ટેજ, લાભાર્થીઓ માટે પાણી-ફૂડ પેકેટની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરના આયોજન અંગે થઇ રહેલા કામોની વિગતવાર સમીક્ષા જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાંગલેએ કરી હતી.
આ રિવ્યૂ બેઠકમાં જે-તે વિભાગે કરવાની કામગીરીની રૂપરેખા પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી. સાથો-સાથ લાભાર્થીઓની કીટની ગુણવત્તા ચકાસણી અને કોઇપણ લાભાર્થી સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. આ રિવ્યૂ બેઠકમાં અમદાવાદ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *