મોડાસા ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ ખાતે આંખરોગ અને દાંતરોગ વિભાગમાં ઓપરેશન અને સારવાર ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આ કેમ્પનું આયોજન ગરીબ દર્દી સહાય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું

ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલના આંખ રોગ સારવાર વિભાગમાં તેમજ દાંત રોગ સારવાર વિભાગમાં તા 7/3/2022 થી તા 31/3/2022 સુધી આંખના મોતિયાનો તથા દાંતરોગની સારવાર ગરીબ દર્દીઓને આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલછે આ કેમ્પ નું આયોજન ગરીબ દર્દી સહાય ટ્રસ્ટ મોડાસા દ્વારા કરવામાં આવેલ છે આ કેમ્પનું ઉદ્ધઘાટન ટ્રસ્ટ ના ચેરમેન અલીમહમદભાઈ જે શેઠ ના વરદ હસ્તે આજ રોજ કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો…આ પ્રસંગે ગરીબ દર્દી સેવા ટ્રસ્ટ ના સેક્રેટરી અ રહીમ. પી ભાયલાએ ટ્રસ્ટ ની 20 વર્ષ ની કામગીરીની માહીતી રજુ કરી હતી અને ટ્રસ્ટ ના ચેરમેને આ કામગીરીને વધુ અસરકારક રીતે આગળ વધારવા સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે ધી ઘાંચી આરોગ્ય મંડળના પ્રમુખ કાલુભાઈ વકીલએ શુભેછા પાઠવી ટ્રસ્ટ ની કામગીરી ને બિરદાવી હતી અને દર્દીઓને લાભ લેવા અપીલ કરી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી દાઉદ ભાઈ પહોંચીયા, એબ્રાહીમભાઈ ભૂરા, ઉસ્માનલાલા, અશરફભાઇ પટેલ, સલીમભાઇ સાબલીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધી ઘાંચી આરોગ્ય મંડળના કારોબારી સભ્ય સિરાજઉદીન યુ ટીંટોઇયા, સબ્બીરહુસેન ખાનજી, મ. સલીમ દધાલિયા વાળા, મુસ્તુફાભાઈ કાંકરોલીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના આંખરોગના ડૉ હીનાબેન ક્લાસવા તથા દાંતરોગના ડૉ તસ્નીમ દાદુ એ તાત્કાલિક ધોરણે દર્દીઓની સારવાર પુરી પાડી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *