અરવલ્લી શિવરાજકંપા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલન કાર્યક્રમ હાથ ધરાયો

શિવરાજ કંપા ખાતે મહિલા સંમેલન થકી મહિલા નેતૃત્વને વેગ આપવા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી.

રીપોર્ટ અમિત ઉપાધ્યાય મોડાસા

અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓની સાથે સાથે , સ્વં સહાય જૂથની મહિલાઓ સાથે જોડાઈ સરકારશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને વેગ આપવાનો નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે ,તાજેતરમાં આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે, મહિલા સંમેલન થકી મહિલા નેતૃત્વના વિકાસ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે મેઘરજના શિવરાજ કંપા ખાતે કુંવર માતા મંદિર ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન અને તાલુકા પંચાયત મેઘરજના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો .
પ્રસ્તુત મહિલા સંમેલન કાર્યક્રમમાં મેઘરજ તાલુકાના વણીયાવાડ, શિવરાજ કંપા ,રાજગોર, ઝરડા, નવાગરા, રાયાવડા,પિસાલ,ગાય વાછરડા, રોલા, ,અને ભાટકોટા ગામના સ્વં સહાય જૂથની ત્રણસો પચાસ જેટલી મહિલાઓ સહભાગી થઈ મહિલા સંમેલન કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો ,
ઉપરોક્ત મહિલા સંમેલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વં સહાય જૂથની મહિલાઓનું તાલુકા અને જિલ્લા સાથે સંકલન થકી મહિલા નેતૃત્વની સાથે સાથે મહિલાઓનો સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનો હતો, જે ઉદેશ્યને સાર્થક કરવા મામલતદાર સાહેબશ્રી મેઘરજ ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ભાનુપ્રસાતસિંહ જાડેજા, જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી ચંદ્રકાન્તભાઈ, શાંતાબેન જિલ્લા પંચાયત સદસ્ય તથા જિલ્લા અને તાલુકાની સરકારી વિભાગની ટીમ સહભાગી થઈ કાર્યક્રમને સફળ કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.
કાર્યક્રમમાં સહભાગી મહિલાઓમાં માંથી કેટલીક મહિલાઓ સક્રિય મહિલા નેતૃત્વ તરીકે ઓળખ ઉભી કરી આર્થિક અને સામાજિક બદલાવ લાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં સફળ થયેલ છે, તે મહિલાઓને જાહેર મંચ પર પ્રસંશાપત્ર દ્વારા બિરદાવવા આવી હતી, ઉપરાંત ઉપરોક્ત મહિલાઓની પોતાની સફળગાથાને જાહેર મંચ પરથી વાગોળવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો
પ્રસ્તુત કાર્યક્રમમાં સફળ કરવાં મેઘરજ મામલતદારશ્રી ચૌહાણ સાહેબ મારફતે મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે પગભર કરવા સરકારશ્રી વિવિધ યોજના વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
મહિલા સંમેલન કાર્યક્રમમાં સખી મંડળની મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સહભાગી મહિલાને ઉજાગર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ સાથે સાથે તાલુકા પંચાયત મેઘરજ અને શિવશક્તિ ગ્રામ સંગઠન શિવરાજ કંપાનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM