છત્રાલ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે મેડિકલ ચેક અપ કેમ્પ યોજાયો

ગાંધીનગર :મંગળવાર:
આજે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણીના ભાગ રૂપે છત્રાલ જી.આઇ.ડી.સી એસોસિયેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,પાનસરના સયુંકત ઉપક્રમે જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતી મહિલાઓ અને સગભૉ મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આવનાર તમામ મહિલાઓના લોહીની તપાસ, ડાયાબિટીસ , એચ.આઇ.વી. તપાસ તેમજ ટીબી, એચ.આઇ.વી. રોગ નું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં ટીબી ના બે શંકાસ્પદ કેસ મળ્યા હતા.
કાર્યક્રમમાં આવેલ તમામ મહિલાઓને ટીબી ના નિદાન, સારવાર અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમજ ટીબી મુક્ત અભિયાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,પાનસર ની આરોગ્ય ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *