સોજા હાઈસ્કૂલના ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધપ્રતિષ્ઠ સેવાભાવી શૈક્ષણિક સંસ્થા શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા દ્વારા વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોજા અને સોજા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત સદર કાર્યક્રમમાં “બેટી બચાવો બેટી ભણાવો” વિષય પર એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર સ્પર્ધામાં શાળાના ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિવિધ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો અને ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા મહિલા-બાળકીની સમસ્યાઓ અને સ્ત્રીભૃણ હત્યા વિશે વાત કરતાં સુંદર માહિતી સભર વિગતો રજૂ કરવામાં આવી હતી. શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ એ સ્ત્રી ઉન્નતિ અને તેમાં વાલી-સમાજ-ધર્મ-સંપ્રદાય-સરકારનું સવિશેષ યોગદાન અંગે માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. વિજેતા સ્પર્ધક દીકરીઓને યોગ્ય પુરસ્કાર-ઈનામ દ્વારા અભિપ્રેરિત કરવામાં આવી હતી. સદર સમારોહમાં સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝરશ્રી અજીતભાઈ ઠાકોર , આરોગ્ય કાર્યકરશ્રી સુનિલભાઈ રાવળ અને સ્ત્રી આરોગ્ય કાર્યકર વંદનાબેન ઠાકોર વગેરે મહાનુભાવોની અભિપ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચિત્ર શિક્ષકશ્રી ભરતભાઈ પટેલ દ્વારા પૂરૂં પાડવામાં આવ્યું હતું એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *