મોરબી સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા ૨૯૧ પીડિત મહિલાઓને સધિયારો મળ્યો

અન્ય રાજ્યની મહિલા /યુવતીઓને પણ તેમના પરીવારજનો સાથે મિલન કરાવ્યા

કમલમ દૈનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ બ્યુરો મહેશ ડી સિંધવ

મોરબી ગત તારીખ ૦૧-૦૩-૨૦૧૯ ના રોજ પીડિત મહિલાઓ માટે સખી- વન સ્ટૉપ સેન્ટર હંટર ટ્રેનિંગ કોલેજ, વી.સી. ફાટક પાસે શરુ કરવામાં આવ્યુ છે. મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે ભારત સરકાર પુરસ્કૃત, મહિલા અને બાળ – વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આ વન સ્ટૉપ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને તેનુ સંચાલન માધવી જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

આ સેન્ટર મહિલાઓ માટે ૨૪ કલાક ખુલ્લુ રહે છે, જેથી આ સેન્ટર હિંસાથી પીડિત મહિલાઓ માટે ઉપયોગી પુરવાર થયેલ છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન સખી-વન સ્ટોપ સેન્ટર ખાતે ૨૯૦ જેટલા સમસ્યાઓના કેસો આવેલ હતા, જેમા સગીર વયથી માંડીને વયોવૃદ્ધ સુધીના પીડિતાના કેસો નોંધાયા છે. અલગ-અલગ રાજ્યની મહિલાઓ/યુવતીઓ મોરબી આવી પહોંચેલ તેને અહીં સખી – વન સ્ટૉપ સેન્ટર પર લાવવામાં આવે છે અને તેણીઓનું કાઉન્સેલીંગ કરીને તેઓને પરીવારજનો સાથે આ સેન્ટર મારફતે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે.સખી વન સ્ટોપ સેન્ટર મોરબીની વાત કરીએ તો ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મારફતે ૯૯ કેસો, પોલીસ સ્ટેશન મારફતે ૩૧ કેસો, અન્ય સસ્થા દ્વારા ૦૧ કેસ તેમજ ૧૬૦ કેસમાં પીડિતાઓએ સીધા જ સેન્ટરનો સંપર્ક કરીને મદદ મેળવી છે.

આ સેન્ટર ખાતે હિંસાથી પીડિત મહિલાઓની કાયદાકીય, તબીબી સહાય, પોલીસ સહાય, કાઉન્સેલીંગ, માર્ગદર્શન તેમજ આશ્રય આપવામાં આવે છે. આ સખી-વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રી ઈઝાઝ આઈ. મન્સુરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફની ટીમ ૨૪x૭ કલાક કાર્યરત છે. એપ્રિલ-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં કુલ ૧૫૫ જેટલા યુવતી/મહિલાઓને (બાળકો) સાથે આશ્રય આપવામાં આવ્યો હતો. જેમાં યુવતી/મહિલાઓનુ કાઉન્સેલીંગ કરીને સમાધાન કરાવી તેણીના પરિવારજનોને સોંપવામાં આવેલ હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM