
દર્શકોને ગુલાબનાં ફુલથી આવકાર આપવા આવેલ

રિપોર્ટ:-અજય ખત્રી
ગુજરાત પ્રદેશ ભાજપાનાં યશસ્વી અઘ્યક્ષ ત્થા પ્રભાવશાળી સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબનાં જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ શહેર ભાજપ સંગઠન તેમજ નગરપાલિકાનાં ચુંટાયેલા સદસ્ય ગણ દ્વારા અને ડોકટર સેલનાં સાથ સહકારથી કાશ્મિી પંડિતોની પીડા ને દર્શાવતી સત્ય ઘટના ૫૨ આધારીત ઘ કાશ્મિર ફાઈલ્સ જાહેર જનતા માટે લક્ષ્મી ટોકીઝમાં નિશુલ્ક બતાવવામાં આવતી હતી . પીકચર જોવા આવનાર તમામ નગરજનોનો ગુલાબનાં ફુલથી આવકાર આપવા આવેલ હતો . ઈતિહાસના પાનામાં એવી કેટલીય પીડાદાયક ઘટનાઓ નોંધાયેલી છે જેણે માનવજાત અને સમાજ બંનેને શર્મસાર કર્યા છે . સાથે જ એવા ઊંડા ઘા આપ્યા છે જેના નિશાન આજે પણ જોવા મળે છે . કાશ્મીરમાંથી અલ્પસંખ્યક હિન્દુ પંડિતોના પલાયનની અને તેમની દુર્દશાથી કોઈ અજાણ નથી . ‘ ધ કાશ્મીર ફાઈલ્સ ‘ ( The Kashmir Files ) એક એવી ફિલ્મ છે જે તમારી સંવેદનાઓને જગાડે છે . 1990 ના દશકની કાશ્મીર ઘાટી ફિલ્મમાં જોવા મળે છે . કાશ્મીરી પંડિતો પર આતંકીઓએ કરેલા અત્યાચારને ફિલ્મ દેખાડે છે . ઈસ્લામિક આતંકવાદીઓએ પંડિતોને કેવી રીતે તેમના ઘરમાંથી ભાગવા મજબૂર કર્યા હતા તેની વાર્તા ફિલ્મ બતાવે છે . જે ધરતી પર તમે જન્મ લીધો , જ્યાં તમારું બાળપણ વિત્યું , જે ગલીઓમાં જવાનીમાં મસ્તી કરી એ ધરતી , આંગણું અને ગલીઓને કાયમ માટે છોડવી પડે અને પોતાના જ દેશમાં રેફ્યુજીની જેમ જિંદગી વિતાવવી પડે તો ? આ પીડાને જેણે વેઠી હોય તે જ સારી રીતે સમજી શકે છે . ધ કાશ્મીર ફાઈલ્સ ‘ આ પીડાનો ડંખ વેઠી રહેલા લોકોના જીવનની સાચી વાર્તા પર આધારિત છે . આ લોકો શરણાર્થીઓ તરીકે ઓળખાવા લાગ્યા હતા . ફિલ્મ તર્ક કરે છે કે , આ માત્ર પલાયન નહોતું એક બર્બર નરસંહાર હતો , જેને રાજકીય કારણોસર દબાવી દેવાયો હતો . આ લોકો લગભગ 30 વર્ષ સુધી પોતાના ઘરથી દૂર રહ્યા . તેમની દુકાન અને મકાન પર સ્થાનિક લોકોએ કબ્જો કરી લીધો હતો . કાશ્મીરી પંડિતો આજે પણ ન્યાયની આશા રાખીને બેઠા છે . સૌથી મહત્વનું એ છે કે તેમને પોતાની ઓળખ અને માન પાછું મળવું જોઈએ . ફિલ્મી પડદે કાશ્મીરી પંડિતોના દુઃખને ખૂબ ઓછીવાર દર્શાવવાનો કોઈએ પ્રયાસ કર્યો છે . તમે કોઈ પણ વિચારધારામાં માનતા હો અથવા કોઈ પણ ધર્મમાં માનતા હો પરંતુ કોઈના અવાજને દબાવી દેવો એક દુઃખદ સ્વપ્ન સમાન છે . કાશ્મીર સ્વર્ગ છે જે ક્યાંક ખોવાઈ ગયું છે . આતંકવાદ , સરહદ પર ટેન્શન , માનવીય સંકટ , અલગાવવાદીઓના આંદોલનો અને

એક લડાઈ પોતાના માટે . આજે કાશ્મીર આ બધી બાબતોમાં જ ફસાયેલું છે . એક સમયે કાશ્મીર સમૃદ્ધ હતું અને અહીં એકસાથે કેટલીય સંસ્કૃતિઓ સાથે રહેતી હતી . પરંતુ હાલ વિવાદિત ક્ષેત્ર બની ગયું છે અને વધતા – ઘટતા તણાવ વચ્ચે પોતાને સ્થિર કરવાના પ્રયાસમાં છે . ફિલ્મ ‘ ધ કાશ્મીર ફાઈલ્સ ‘ આ ઘાને વાચા આપે છે . ત્રણ કલાકથી ઓછા સમયની ફિલ્મ થકી સત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં જીલ્લા મહામંત્રી શ્રી અનીરુધ્ધભાઈ દવે , શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાંગભાઈ દવે , નગર અઘ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી , ઉપાઘ્યક્ષ શ્રી પ્રેમજી કેરાઈ , કારોબારી ચે ૨ પર્સન શ્રીમતી જીજ્ઞાબેન હોદાર , ડો . કૌશીકભાઈ શાહ , ડો . પુનીત ખત્રી , પી આઈ શ્રી ગોહીલ સાહેબ , શહેર સંગઠનનાં મહામંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી , કિશનસિંહ જાડેજા , શહેર સંગઠનનાં હોદેદારો નારાણભાઈ કે ૨ાઈ , સામતસિંહભાઈ , ઉદય ઠાકર , મિતેશ મહેતા , મુકેશ ભાનુશાલી નગ ૨ પાલિકાનાં પુર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ શાહ , ઉર્મિલાબેન પીઠડીયા , સુજાતાબેન ભાયાણી તથા સમાજનાં આગેવાનો વેપારી મંડળો તથા આમ જનતાએ બહોળી સંખ્યામાં પીકચ૨ નિહાળ્યો હતો .
