”મેયર્સ કપ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ–ર૦રર”માં કમિશનર ઈલેવન ચેમ્પીયન

સુરત શહેરના ચુટાયેલા પ્રતિનિધિશ્રીઓ, વહીવટી પાંખના અધિકારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ વચ્ચે સામંજસ્ય, સહકારીતા અને સુમેળનો માહોલ સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખ, વહીવટી પાંખ, સુરત શહેર પત્રકાર સંઘ ટીમ, એસ.એમ.સી. પે્રસ રિર્પોટર ટીમ, રીજીયોનલ ચેનલ રિર્પોર્ટર ટીમ, સુરત ફોટો જર્નાલીસ્ટ એસોસીએશન ટીમ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટીમ, સુરત શહેર કેમેરામેન ટીમ, પ્રેસ કલબ ઓફ એસએમસી અને સુરત મીડીયા એસોસીએશન વચ્ચે ”મેયર્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ–ર૦રર”નુ આયોજન તા.૧૪/૦૩/ર૦રર થી ૧૭/૦૩/ર૦રર દરમ્યાન બી. જે. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, કેનાલ રોડ, ભીમરાડ, તથા ગોવિંદજી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભીમરાડ, સુરત ખાતે કરવામાં આવેલ. તા.૧૭/૦૩/ર૦રરના રોજ માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ પદાધિકારીશ્રીઓ અને કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં બી. જે. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટોસ ઉછાળી ”મેયર્સ કપ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ–ર૦રર”ની મેયર્સ ટીમ વર્સીસ કમિશનર ટીમ વચ્ચેની ફાયનલ મેચનો શુભારંભ કરાવ્યો હતો. તા.૧૭/૦૩/ર૦રરના રોજ સવારે ૯.૩૦ કલાકેબી. જે. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, કેનાલ રોડ, ભીમરાડ, ખાતે મેયર્સ ટીમ વર્સીસ કમિશનર ટીમ વચ્ચે ચેમ્પીયનશીપ હાંસલ કરવા જંગ જામ્યો હતો. મેયર્સ ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ પર હાથ અજમાવી દિપેન દેસાઈના ૪૦ બોલમાં ૪ર રન, નિલેશ પટેલના ર૦ બોલમાં ર૯ રન, ચિરાગ સોલંકીના ર૦ બોલમાં ર૦ રનની મદદથી નિર્ધારીત ર૦ ઓવરમાં ૭ વિકેટે ૧૧૪ રનનો સ્કોર કર્યો હતો. કમિશનર ઈલેવનના બોલર આનંદ પરતીવાલાએ ર વિકેટ હાંસલ કરી હતી. કમિશનર ટીમના વિવેક પટેલના ર૭ બોલમાં ૪૦ રન અને ધર્મેશ પટેલના ૧૧ બોલમાં ર૦ રનની શાનદાર બેટીંગથી હરિફ ટીમએ આપેલ લક્ષ્યને ૧૬.૩ ઓવરમાં ૪ વિકેટે સર કરતાં કમિશનર ઈલેવન ૬ વિકેટે ભવ્ય વિજય સાથે ચેમ્પીયન બની હતી. મેયર્સ ટીમ વતી ચિરાગ સોલંકીને ર વિકેટ લેવામાં સફળતા મળી હતી. આ ફાઈનલ મેચમાં માન.મેયરશ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી અમિતસિંગ રાજપૂત, શાસકપક્ષ દંડકશ્રી વિનોદભાઈ પટેલ, મ્યુનિ.કમિશનરશ્રી બંછાનિધી પાની,આઈ.એ.એસ., સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા શ્રીમતી પુર્ણિમાબેન દાવલે, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ”મેયર્સ કપ તઢ×ડ ક્રિકેટ ટુર્નામેન્ટ–ર૦રર”ની રનર્સ–અપ ટ્રોફી મેયર્સ ટીમ અને ચેમ્પીયન ટ્રોફી કમિશનર ટીમ, મેન ઓફ ધ સીરીઝ કેમેરામેન ઈલેવનના કુશલ પંડયા, બેસ્ટ બેટ્સમેન મેયર્સ ટીમના દિપન દેસાઈ, બેસ્ટ બોલર કમિશનર ઈલેવનના અક્ષય પટેલ, બેસ્ટ ફીલ્ડર મેયર્સ ટીમના કૃણાલ સેલર તથા મેન ઓફ ધી મેચ મેયર્સ ટીમના શ્રી સંજય દલાલ અને ચિરાગ સોલંકી, સુરત સુરત શહેર પત્રકાર સંઘના મહેન્દ્ર પાટીલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટીમના કમલેશભાઈ પટેલ, ચેનલ કેમેરામેન ટીમના ભાવેશ ઉપાધ્યાય અને કુશલ પંડયા, કમિશનર ઈલેવનના જીતુભાઈ પરમારને પદાધિકારીશ્રીઓના વરદ્દ હસ્તે ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ તમામ દસે દસ ટીમોને પાર્ટીસીપન્ટ ટ્રોફી આજની ફાયનલ મેચના બંને ટીમના ખેલાડીઓને ટ્રોફી, સમગ્ર ટુર્નામેન્ટ માટે વિનામૂલ્યે ગ્રાઉન્ડ ફાળવનાર બી. જે. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ ના શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગોવિંદજી સ્પોર્ટસ કોમ્પલેક્ષના શ્રી દિલીપભાઈ પટેલ, અઠવા ઝોન, સાંસ્કૃતિક વિભાગ, રમતગમત વિભાગ વગેરેને સફળતાપૂર્વક સુચારૂ આયોજન કરવા બદલ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈલેકટ્રોનીક મીડીયાના પ્રતિનિધિઓ તથા આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહી ક્રિકેટ મેચને માણી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *